અરવલ્લી જિલ્લાના ધનસુરા વિસ્તારમાં દારૂબંધીના કાયદાનો ભંગ કરી ગુનાને અંજામ આપી લાંબા સમયથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે. અરવલ્લી જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ગુનેગારોને પકડી પાડવા માટે ચલાવવામાં આવી રહેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમ સતત સક્રિય રહી હતી. આ દરમિયાન પોલીસ ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ધનસુરા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના નોંધાયેલા ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ બનેલા આરોપીને પોલીસે સફળતાપૂર્વક દબોચી લીધો છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની સઘન કાર્યવાહી હાથ ધરીને પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
અરવલ્લી: ધનસુરા પ્રોહીબિશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

ટેગ્સ:#arvalli
સંબંધિત સમાચાર
અરવલ્લીહિંમતનગરમાં દારૂ ભરેલી રીટ્ઝ કાર ઝડપાઈ: 816 બોટલ સાથે એક ઝડપાયો
6 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લીમાં ડ્રગ્સ વિરોધ અભિયાન: 278 કિલો પોષ ડોડા સાથે મોટો જથ્થો ઝડપાયો
1 અઠવાડિયા પહેલા
અરવલ્લીઈડર કોલેજનો દબદબોઃ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની આંતર કોલેજ ખો-ખો સ્પર્ધામાં ઈડરની ટીમ ચેમ્પિયન
1 અઠવાડિયા પહેલા
અરવલ્લીઈડર કોલેજમાં થેલેસેમિયા નિદાન કેમ્પ યોજાયો
2 અઠવાડિયા પહેલા
