રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસામાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો સપાટો : 16.20 લાખના હેરોઇન સાથે મુખ્ય સપ્લાયર ઝડપાયો

ડીસામાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો સપાટો : 16.20 લાખના હેરોઇન સાથે મુખ્ય સપ્લાયર ઝડપાયો

​‘ઉડતા પંજાબ’ બનતા અટકાવવા પોલીસ હરકતમાં : 81 ગ્રામ શુદ્ધ હેરોઇન જપ્ત

ગુજરાતમાં નશાકારક પદાર્થોના દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ દ્વારા શરૂ કરવામાં આવેલી આકરી ઝુંબેશ અંતર્ગત ઉત્તર ગુજરાતના વેપારી મથક ડીસામાં સપાટો બોલાવ્યો છે. 

એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને રૂ. 16.20 લાખની બજાર કિંમત ધરાવતું 81 ગ્રામ શુદ્ધ હેરોઇન જપ્ત કર્યું છે. ડીસા નશાયુક્ત પદાર્થોનું હબ બને તે પહેલાં જ પોલીસે મુખ્ય ડ્રગ સપ્લાયર મહેશ ઉર્ફે બલ્લો ઠાકોરને સ્થળ પરથી જ રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

​પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, આરોપી મહેશ ઠાકોર લાંબા સમયથી સ્થાનિક વિસ્તારમાં ગેરકાયદેસર ડ્રગ્સનું નેટવર્ક ચલાવી રહ્યો હતો. આ મામલે ટીમ દ્વારા ગુનો નોંધી તેની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પકડાયેલો આરોપી આ હેરોઇનનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો, આ પાછળ કયા મુખ્ય આકાઓ છે અને આગળ કોને સપ્લાય કરવાનો હતો ?તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.હેરોઇનનો મોટો જથ્થો ઝડપતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Banaskantha#Deesa

સંબંધિત સમાચાર