રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

બનાસકાંઠામાં જુગાર સામે ઝુંબેશ: 12 જુગારીઓ પાસેથી લાખોનો મુદ્દામાલ જપ્ત

બનાસકાંઠામાં જુગાર સામે ઝુંબેશ: 12 જુગારીઓ પાસેથી લાખોનો મુદ્દામાલ જપ્ત

બનાસકાંઠા જિલ્લામાં દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી અંતર્ગત ચાર અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં જાહેરમાં ગંજીપાનાથી હારજીતનો જુગાર તેમજ વરલી મટકાનો જુગાર રમતા કુલ 12 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી રોકડ રકમ અને મોબાઈલ સહિત કુલ ₹1,09,310નો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચનાથી LCB PI ડી.એમ. રાઠોડ તથા PSI આર.બી. જાડેજા અને જે.એસ. ગઢવીની ટીમો દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.આ ચારેય કાર્યવાહીમાં પોલીસે કુલ ₹45,110 રોકડા અને 7 મોબાઈલ, કિંમત ₹64,200, મળી કુલ ₹1,09,310નો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે પાંથાવાડા, ડીસા ઉત્તર, દાંતીવાડા અને ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ અલગ-અલગ ચાર ગુના નોંધાયા છે.

 બાપલા: 2 શકુની ઝડપાયા

 બાપલા ગામે હરદાભાઈ પૂનમાભાઈ પટેલના ખેતરમાં ખુલ્લી જગ્યાએ ગંજીપાનાથી જુગાર રમતા નારણભાઈ પટેલ અને રંગુજી ઠાકોરને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી ₹14,200 રોકડા અને બે મોબાઈલ મળી ₹34,200નો મુદ્દામાલ જપ્ત થયો હતો. આ મામલે પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

 ડીસામાં જૂગટુ રમતા 4 ઝડપાયા

ડીસા વાડી રોડ ટેકરા વિસ્તાર માં ભટિયાણી માતાના મંદિર નજીક જાહેર રોડ પર ગંજીપાનાથી જુગાર રમતા નરેશભાઈ ઠાકોર, પંકજકુમાર ઠાકોર, મહેશભાઈ માજીરાણા અને ઉમેદભાઈ માજીરાણાને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી ₹13,360 રોકડા તથા બે મોબાઈલ મળી કુલ ₹31,360નો મુદ્દામાલ કબજે કરાયો હતો.

મોટી ભાખરમાંથી 4 જુગારીયા ઝડપાયા

મોટી ભાખરથી ડાંગીયા જતા રોડ પર મોટી ભાખર ગામની સીમમાં ગંજીપાનાથી જુગાર રમતા કનુજી નકાતર, રમેશજી ભાકોદરા, ભરતજી ખડોસણીયા, નાગજી ભડીયાતર અને બકાજી ઠાકોરને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી ₹15,550 રોકડા અને બે મોબાઈલ મળી કુલ ₹35,550નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

ડીસા મોબાઈલથી જુગાર રમાડતા ઝડપાયો

 ડીસાની રત્નાકર સોસાયટી પાસે જાહેર રોડ પર મોબાઈલમાં વોટ્સએપના માધ્યમથી વરલી મટકાનો આંક-ફરકનો જુગાર રમાડતા નટવરલાલ ઠક્કરને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી ₹2,000 રોકડા અને એક મોબાઈલ મળી કુલ ₹13,200નો મુદ્દામાલ કબજે કરાયો હતો.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર