રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
મહેસાણા6 ડિસેમ્બર, 2025| Super Admin

મહેસાણા તાલુકાના વીરતા ગામે ચોરીની ઘટના સામે આવી

મહેસાણા તાલુકાના વીરતા ગામે ચોરીની ઘટના સામે આવી
ચોરોએ દેવ સ્થાનને પણ ના છોડ્યું ગર્ભગૃહના બંધ દરવાજા તોડી મંદિરમાં ચોરીને અંજામ આપી ફરાર ચોરીની ઘટનાથી ગ્રામજનોની ધાર્મિક લાગણી દુભાઈ; શિયાળાની હજી માંડ માંડ શરૂઆત જ થઈ છે ત્યાં તો સમગ્ર મહેસાણા જિલ્લામાં નિસજાચર ચોરોએ હાહાકાર મચાવી દીધો હોય તેમ એક પછી એક જગ્યાને નિશાન બનાવી આસાનીથી ચોરીને અંજામ આપી પોલીસની ઊંઘ હરામ કરી દીધી છે. તેવામાં મહેસાણા તાલુકાના વીરતા ગામે ગત બે દિવસ અગાઉ મોડી રાત્રે બે તસ્કરો વીરતા ગામના પ્રસિદ્ધ વેરાઈ માતાજીના મંદિરમાં ચોરી કરી ફરાર થઇ જતા ઉપરા ઉપરી બીજીવાર બનેલી ચોરીની ઘટનાથી ગ્રામજનીઓની ધાર્મિક લાગણી દુભાઈ છે. શિયાળાની ઠંડીમાં જ્યાં ગ્રામજનો સુઈ જતા હોય છે ત્યાં મોડી રાતે ચોરોએ વેરાઈ માતાજીના મામદિરને નિશાન બનાવ્યું હતું જેમાં મંદિરના ગર્ભગૃહના દરવાજાનાં તાળાં તોડી મંદિરમાં પ્રવેશ્યા હતા. વીરતા ગામનું આ પ્રસિદ્ધ મંદિર હોવાથી અવારનવાર સ્થાનિક લોકો દ્વારા માતાજીને ભેંટ સોગાત ચડાવવામાં આવતી હોય છે જેમાં મોંઘાદાટના દાગીના અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે જે દાગીના અને અન્ય વસ્તુઓની સરળતાથી ચોરી કરીને ચોરો ત્યાંથી નાસી છૂટ્યા હતા. મંદિરમાં સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ચોરીનકરવા આવેલા ચોરો પૈકીનો એક ચોર ચાંદીનું મોટું છત્ર પોતાના સાથે લઈ ગયો હતો જ્યારે અન્ય એક ચોર મંદિર બહાર નજર રાખીને ઉભી રહ્યો હતો. તે સમયે બીજા એક ચોરે મોઢા પર કપડું બાંધી મંદિરના ગર્ભગૃહમાં દાખલ થઈ માતાજીની ચરણપાદુકા ઉઠાવી લીધી હતી. જ્યારે બાજુમાં રહેલું ચાંદીનું મોટું છત્ર ઉઠાવીને પોતાના સાથે લઈ ગયો હતો. તે સમયે માતાજીને પહેરાવવામાં આવેલા કિંમતી દાગીના પણ ચોરી કરી લાઇ જતા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. સીસીટીવી વિડીયોના આધારે ગ્રામજનોએ જાણ્યું કે મંદિરમાં મોટાપાયે ચોરીનો બનાવ બન્યો છે ત્યારે આ બનાવ સંદર્ભે ગ્રામજનોએ તાત્કાલીક પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ દ્વારા સીસીટીવી વિડીયોના આધારે વધુ તપાસ હાથ ધરીને ચોરીનો ગુનો દાખલ કરેલ છે.

સંબંધિત સમાચાર