બનાસકાંઠા જિલ્લાના નવા પોલીસ અધીક્ષક તરીકે પ્રશાંત સુમ્બેએ આજે સવારે અંબાજી માતાના દર્શન કર્યા. જિલ્લાની પરંપરા અનુસાર, કોઈપણ નવા આઈએએસ કે આઈપીએસ અધિકારી ચાર્જ સંભાળતા પહેલા માતાજીના આશીર્વાદ લે છે. પ્રશાંત સુમ્બેના આગમન પર પોલીસ વિભાગ અને મંદિર ટ્રસ્ટના પદાધિકારીઓએ તેમનું ઔપચારિક સ્વાગત કર્યું. તેમણે અંબાજી મંદિરમાં પૂજા-અર્ચના કરી અને મંદિરના શિખર પર ધજા અર્પણ કરી. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા કરી. બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા તરીકેનો ચાર્જ સંભાળતા પહેલા માતાજીના આશીર્વાદ લેવાની આ પરંપરા વર્ષોથી જળવાઈ રહી છે.
અંબાજી; એસપી પ્રશાંત સુમ્બેએ પોલીસ વડા તરીકેનો ચાર્જ સાંભાળ્યો, અંબાજી માતાના દર્શન કર્યા

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Ambaji temple#Banaskantha District#Temple Visit#Law and Order#traditional rituals#Police Leadership#SP Prashant Sumbe#Police Department Welcome
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
2 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
3 દિવસ પહેલા
