રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક | અંબાજી

અંબાજી પંથકમાં ચકચાર: લગ્નના બહાને યુવકને લૂંટનાર 'લૂંટેરી દુલ્હન' સહિત 7 ઝડપાયા

અંબાજી પંથકમાં ચકચાર: લગ્નના બહાને યુવકને લૂંટનાર 'લૂંટેરી દુલ્હન' સહિત 7 ઝડપાયા

લગ્ન કરાવવાના બહાને યુવકોને ફસાવી રોકડ અને દાગીના પડાવી લેતી કથિત લૂંટેરી દુલહન ગેંગનો હડાદ પોલીસે પર્દાફાશ કર્યો છે. એક યુવકને લગ્નનું વચન આપી તેની પાસેથી રૂ.1.50 લાખ રોકડા અને ચાંદીનું મંગળસૂત્ર પડાવી લીધા બાદ માર મારી ધમકી આપી ભગાડી દેવાયો હોવાની ફરિયાદ પોલીસ સમક્ષ નોંધાઈ હતી.

ફરિયાદ મુજબ, હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકને એક યુવતીએ લગ્નનું વચન આપી પોતાની તરફ આકર્ષિત કર્યો હતો. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે લગ્નની વાતચીત આગળ વધી હતી. યુવક લગ્ન માટે તૈયાર થયા બાદ સમગ્ર ઘટનાને અંજામ આપવા માટે કથિત રીતે કાવતરું ઘડવામાં આવ્યું હતું.લગ્ન ગોઠવવાના બહાને યુવક પાસેથી રૂ.1.50 લાખ રોકડા તથા ચાંદીનું મંગળસૂત્ર લેવામાં આવ્યું હતું. ત્યારબાદ યુવક સાથે મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. છેતરપિંડીનો ભોગ બનેલા યુવકે હડાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે  પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ તેમજ માનવ બળની મદદથી તપાસ આગળ ધપાવતા પોલીસને કથિત ગેંગના સભ્યો સુધી પહોંચવામાં સફળતા મળી હતી.પોલીસે સમગ્ર મામલામાં કથિત દુલ્હન સહિત કુલ સાત આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી યુવક પાસેથી પડાવવામાં આવેલા રૂ.1.50 લાખ રોકડા, ચાંદીનું મંગળસૂત્ર સહિતની કેટલીક કિંમતી વસ્તુઓ જપ્ત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે ઝડપાયેલા તમામ આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે. આ ગેંગ દ્વારા અગાઉ પણ લગ્નના બહાને અન્ય યુવકોને નિશાન બનાવવામાં આવ્યા છે કે કેમ ? તે દિશામાં તપાસ ચાલી રહી છે. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર