જાન્યુઆરીમાં મુંબઈમાં અભિનેતા સૈફ અલી ખાન પર તેમના ઘરે ઘુસણખોર દ્વારા કરવામાં આવેલા હુમલાના કેસમાં પોલીસે મુંબઈની એક કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. તેવું અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું. બાંદ્રા પોલીસે દાખલ કરેલી ચાર્જશીટમાં આરોપી બાંગ્લાદેશી નાગરિક મોહમ્મદ શરીફુલ ઇસ્લામ વિરુદ્ધ પુરાવાઓનો સમાવેશ થાય છે, તેવું એક અધિકારીએ વિગતવાર માહિતી આપ્યા વિના જણાવ્યું હતું. ૧૬ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ બાંદ્રા વિસ્તારમાં આવેલા તેમના ૧૨ મા માળના એપાર્ટમેન્ટમાં એક ઘુસણખોર દ્વારા શૈફઅલી ખાન (૫૪) પર વારંવાર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અભિનેતાની ખાનગી હોસ્પિટલમાં ઇમરજન્સી સર્જરી કરવામાં આવી હતી અને પાંચ દિવસ પછી તેમને રજા આપવામાં આવી હતી. ૧૯ જાન્યુઆરીના રોજ, પોલીસે થાણેના પડોશી વિસ્તારથી શરીફુલ ઇસ્લામ (૩૦) ની ધરપકડ કરી હતી. સૈફઅલી ખાનના ઘરના બે કર્મચારીઓએ ધરપકડ કરાયેલ બાંગ્લાદેશી વ્યક્તિને હુમલાખોર તરીકે ઓળખી કાઢ્યો હતો. પોલીસે ગયા અઠવાડિયે મુંબઈની એક કોર્ટમાં જણાવ્યું હતું કે, "હુમલા દરમિયાન અભિનેતાને છરીનો ટુકડો અને ગુનાના સ્થળેથી મળેલો એક ભાગ આરોપી પાસેથી મળેલા હથિયાર સાથે મેળ ખાય છે. ત્રણેય ટુકડાઓ એ જ હથિયારના ભાગ હતા જેનો ઉપયોગ અભિનેતા પર હુમલો કરવા માટે થયો હતો, પોલીસે આરોપીની જામીન અરજીનો વિરોધ કરતા કહ્યું. પોલીસે એમ પણ કહ્યું કે ગુનો ખૂબ જ ગંભીર પ્રકૃતિનો હતો અને આરોપી વિરુદ્ધ મજબૂત પુરાવા ઉપલબ્ધ છે.
મનોરંજન| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
સૈફ અલી ખાન પર હુમલાના લગભગ ત્રણ મહિના પછી, બાંદ્રા પોલીસે મુંબઈ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Police#Court#attack#KHAN#Mumbai#CASE#citizen#Actor#filed#official#Saif Ali#Saif#intruder#chart sheet#Bandra#detailed#inclusion
સંબંધિત સમાચાર
મનોરંજન'દૃશ્યમ 3'ની બોક્સ ઓફિસ પર ધૂમ: 7 દિવસમાં વિશ્વભરમાં 383 કરોડની કમાણી
1 અઠવાડિયા પહેલા
મનોરંજન‘હનુમાન અંશ’ 2 કરોડના બજેટમાં 200 કરોડ પાર, 36મા દિવસે પણ બોક્સ ઓફિસ પર દબદબો
1 મહિના પહેલા
મનોરંજન‘આવારાપન 2’ની ધમાકેદાર કમાણી, ‘બંટવારા 1947’ના કલેક્શનમાં પણ ઉછાળો
2 મહિના પહેલા
મનોરંજન‘KGF’ના યશનો ખૂંખાર અવતાર! ‘ટોક્સિક’ના 4:38 મિનિટના ટ્રેલરે મચાવ્યો ધમાલ
2 મહિના પહેલા
