રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મનોરંજન12 સપ્ટેમ્બર, 2026| Super Admin

‘હનુમાન અંશ’ 2 કરોડના બજેટમાં 200 કરોડ પાર, 36મા દિવસે પણ બોક્સ ઓફિસ પર દબદબો

‘હનુમાન અંશ’ 2 કરોડના બજેટમાં 200 કરોડ પાર, 36મા દિવસે પણ બોક્સ ઓફિસ પર દબદબો

નીમ કરોલી બાબાના જીવન અને ઉપદેશોથી પ્રેરિત ફિલ્મ ‘હનુમાન અંશ’ બોક્સ ઓફિસ પર સતત શાનદાર પ્રદર્શન કરી રહી છે. માત્ર 2 કરોડના બજેટમાં બનેલી આ આધ્યાત્મિક ફિલ્મે હવે 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે. ખાસ વાત એ છે કે ફિલ્મને રિલીઝ થયાને 36 દિવસ થઈ ગયા હોવા છતાં તેની કમાણીમાં ખાસ ઘટાડો જોવા મળ્યો નથી. સેકનિલ્કના આંકડા મુજબ, ફિલ્મે 11 સપ્ટેમ્બર, શુક્રવારે તેના 36મા દિવસે 10.50 કરોડની કમાણી કરી હતી. આ દરમિયાન ફિલ્મે 5,743 શોમાં લગભગ 38 ટકા ઓક્યુપન્સી નોંધાવી હતી. 36મા દિવસની કમાણી બાદ ફિલ્મનું ભારતમાં કુલ કલેક્શન આશરે 205.15 કરોડ થઈ ગયું છે.

2 કરોડના બજેટમાં 200 કરોડથી વધુની કમાણી: ‘હનુમાન અંશ’ની શરૂઆત જોકે ખૂબ ધીમી રહી હતી. ફિલ્મે પહેલા દિવસે માત્ર 10 લાખની કમાણી કરી હતી અને શરૂઆતના બે અઠવાડિયામાં તેનું કલેક્શન લગભગ ₹1.48 કરોડ રહ્યું હતું. ત્યારબાદ ફિલ્મને દર્શકોનો પ્રતિસાદ મળવા લાગ્યો અને બોક્સ ઓફિસ પર કમાણીમાં જોરદાર ઉછાળો આવ્યો. ફિલ્મના ત્રીજા, ચોથા અને પાંચમા સપ્તાહમાં કમાણી ખાસ નોંધપાત્ર રહી. ચોથા સપ્તાહમાં ફિલ્મે આશરે 61 કરોડ, જ્યારે પાંચમા સપ્તાહમાં લગભગ ₹90 કરોડનું કલેક્શન કર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

નવી ફિલ્મો છતાં કમાણી યથાવત્: આ દરમિયાન અક્ષય કુમારની ‘હૈવાન’ અને મનોજ બાજપેયીની ‘લાસ્ટ મેન ઇન ધ ટાવર’ જેવી નવી ફિલ્મો રિલીઝ થઈ છે. અહેવાલ મુજબ ‘હૈવાન’એ શરૂઆતના દિવસે આશરે ₹3 કરોડની કમાણી કરી હતી, જ્યારે ‘લાસ્ટ મેન ઇન ધ ટાવર’ની શરૂઆત માત્ર 3 લાખથી થઈ હતી. બીજી તરફ, ‘હનુમાન અંશ’ વિદેશમાં પણ પોતાનું સ્થાન બનાવી રહી છે. ઉત્તર અમેરિકામાં ફિલ્મની પ્રી-સેલ્સથી આશરે 95 લાખની કમાણી થઈ હોવાનો અહેવાલ છે. ફિલ્મના આ અસાધારણ પ્રદર્શનને કારણે માત્ર 2 કરોડના બજેટમાં 200 કરોડથી વધુ કમાણી કરનાર ફિલ્મ તરીકે ‘હનુમાન અંશ’ની ચર્ચા થઈ રહી છે.

સંબંધિત સમાચાર