રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
મનોરંજન28 જૂન, 2026| Super Admin

રોહિત શેટ્ટીને બિશ્નોઈ ગેંગની ફરી ધમકી! 20 કરોડની ખંડણી માંગી

રોહિત શેટ્ટીને બિશ્નોઈ ગેંગની ફરી ધમકી! 20 કરોડની ખંડણી માંગી

પ્રખ્યાત બોલિવૂડ ડિરેક્ટર રોહિત શેટ્ટીને ફરી એકવાર જાનથી મારી નાખવાની અને ખંડણી માંગતો ધમકીભર્યો ફોન આવતા માયાનગરી મુંબઈમાં ભારે ચકચાર મચી ગઈ છે. શનિવારે સવારે આવેલા આ અજ્ઞાત ફોન કરનારે રોહિત શેટ્ટી પાસે અધધ ૨૦ કરોડ રૂપિયાની ખંડણીની માંગણી કરી છે. આ ધમકીભર્યા ફોનમાં સૌથી ચોંકાવનારી વાત એ કહેવામાં આવી છે કે, 'જો આ વખતે ખંડણીની રકમ નહીં ચૂકવાય, તો નિશાન તેમનું ઘર નહીં પણ ખુદ રોહિત શેટ્ટી હશે!' આ કેસમાં પોલીસના હાથે એક ઓડિયો ક્લિપ લાગી છે. જેમાં કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગના નજીકના સાથી શુભમ લોંકરનો અવાજ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

આ એ જ શુભમ લોંકર છે જે ૨૦૨૪માં બાબા સિદ્દીકીની હત્યા અને આ વર્ષની શરૂઆતમાં રોહિત શેટ્ટીના ઘર પર થયેલા હુમલામાં વોન્ટેડ છે. હાલ મુંબઈની જુહુ પોલીસે ગુનો નોંધી આ ઓડિયો ક્લિપને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં ૧ ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે રોહિત શેટ્ટીના જુહુ સ્થિત ઘરની બહાર પાંચ રાઉન્ડ ફાયરિંગની ઘટના બની હતી, જેની જવાબદારી બિશ્નોઈ ગેંગે લીધી હતી અને શૂટર દીપક શર્માની આગ્રાથી ધરપકડ કરાઈ હતી. ત્યારે હવે ફરી ૨૦ કરોડની ખંડણીના ફોનથી રોહિત શેટ્ટીની સુરક્ષા વધારી દેવામાં આવી છે. 

સંબંધિત સમાચાર