રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસા હાઈવે પર અકસ્માત: આફ્ટર-માર્કેટ LED લાઈટો બની 'મોતનું કારણ'

ડીસા હાઈવે પર અકસ્માત: આફ્ટર-માર્કેટ LED લાઈટો બની 'મોતનું કારણ'

બનાસકાંઠા જિલ્લાના હાઈવે હવે રાત્રિના સમયે વાહનચાલકો માટે જોખમી બની રહ્યા છે. ગત રાત્રે ડીસા એપીએમસી સામે પાટણ હાઈવે પર વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાતા રહી ગયો. એક બાઈક ચાલક પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતા અજાણ્યા વાહનની અત્યંત તેજ (હાઈ-બીમ) LED લાઈટના કારણે તેમની આંખો અંજાઈ ગઈ હતી. જેના લીધે રસ્તા પર દેખાવાનું બંધ થતાં બાઈક સીધું ડિવાઈડર સાથે અથડાયું હતું. સદનસીબે આસપાસના સ્થાનિક લોકોએ તાત્કાલિક દોડી આવી માનવતા દાખવી ભાઈને બચાવી લીધા હતા અને તેમના પરિવારને જાણ કરી હતી, જેથી મોટી જાનહાનિ ટળી હતી. પરંતુ આ ઘટનાએ ફરી એકવાર વાહનોમાં વપરાતી ગેરકાયદેસર LED લાઈટો સામે મોટા સવાલો ઊભા કર્યા છે.

નિયમ મુજબ વાહનોમાં કંપની ફિટેડ લાઈટો સિવાય બહારથી આવી તેજ રોશનીવાળી આફ્ટર-માર્કેટ લાઈટો લગાવવી એ ગુનો છે. આ બાબતે અગાઉ બનાસકાંઠા એસ.પી. શ્રીને પણ રજૂઆતો કરવામાં આવી ચૂકી છે, છતાં ટ્રાફિક પોલીસ કે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આવી લાઈટો વેચતા દુકાનદારો કે વાહનચાલકો સામે કોઈ નક્કર ઝુંબેશ ચલાવવામાં આવી નથી. તંત્રની આ ઢીલી નીતિના કારણે નિર્દોષ નાગરિકો ભોગ બની રહ્યા છે.

​માત્ર કાયદો નહીં, જનજાગૃતિ પણ જરૂરી આ બાબતે જાગૃત નાગરિકો અપીલ કરી રહ્યા છે કે, "સામેવાળો નિયમ તોડે એટલે આપણે પણ તોડવો એ યોગ્ય નથી. વાહનમાં તેજ લાઈટ લગાવવાથી આપણને ભલે સારું દેખાય, પણ સામેથી આવતી વ્યક્તિ અંજાઈને આપણી જ સાથે અકસ્માત કરી શકે છે. કોઈના ઘરનો ચિરાગ ઓલવાઈ જાય તે પહેલાં આપણે પોતે જાગૃત બનવું પડશે." જિલ્લા ટ્રાફિક પોલીસ અને વહીવટી તંત્ર તાત્કાલિક જાગે અને હાઈવે પર રાત્રિ ચેકિંગ હાથ ધરી આવી ગેરકાયદેસર લાઈટો સ્થળ પર જ કઢાવી નાખે તેવી લોકમાંગ પ્રબળ બની છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Deesa

સંબંધિત સમાચાર