રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ11 જુલાઈ, 2025| Super Admin

પાટણમાં દેવીપૂજક સમાજના વિદ્યાર્થીઓ માટે અદ્યતન લાયબ્રેરીનું ઉદ્ઘાટન કરાયું

પાટણમાં દેવીપૂજક સમાજના વિદ્યાર્થીઓ માટે અદ્યતન લાયબ્રેરીનું ઉદ્ઘાટન કરાયું
લાયબ્રેરીમાં 110 થી વધુ વિદ્યાર્થીઓ એકી સાથે અભ્યાસ કરી શકે તેવી ક્ષમતા પાટણમાં દેવીપૂજક સમાજના વિદ્યાર્થીઓ માટે એક નવી અદ્યતન લાયબ્રેરીનું ઉદ્ઘાટન ગુરૂપૂર્ણિમા ના પાવન દિવસે કરવામાં આવ્યું હતું. પાલનપુરના પોલીસ ઈન્સપેક્ટર સૂરજભાઈ પટ્ટણીના પ્રયાસોથી આ લાયબ્રેરી પાટણના સુદામા ચોકડી હાઈવે પર આવેલા ઓમ વેદાર્ક કોમ્પ્લેક્ષમાં સ્થાપિત કરવામાં આવી છે. લાયબ્રેરીનું ઉદ્ઘાટન ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું હતું. આ લાઈબ્રેરીની સુવિધા લીલા મંગળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કરવામાં આવી છે. અમદાવાદ બાદ દેવીપૂજક સમાજની આ બીજી હાઈટેક લાયબ્રેરી પાટણમાં કાયૅરત બની છે. આ લાયબ્રેરીમાં 110 થી વધુ વિદ્યાર્થીઓ એક સાથે અભ્યાસ કરી શકે તેવી ક્ષમતા છે. અહીં UPSC, GPSC અને વર્ગ 1, 2, 3ની પરીક્ષાઓ માટેના તમામ પુસ્તકો વિનામૂલ્યે ઉપલબ્ધ કરાયા છે. વિદ્યાર્થીઓને એસી, ફ્રી વાઈ-ફાઈ, આરઓ પાણી જેવી આધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. દર શનિ-રવિવારે નિષ્ણાત શિક્ષકો દ્વારા કોચિંગ, મોક ટેસ્ટ અને પેપર સોલ્યુશનની સુવિધા આપવામાં આવશે. સાથે જ સ્કિલ ડેવલપમેન્ટ, પર્સનાલિટી ડેવલપમેન્ટ, અંગ્રેજી, વ્યાકરણ અને ગણિત માટે સ્પેશિયલ કોર્સ પણ ચલાવવામાં આવશે. પાલનપુરના પીઆઈ સૂરજભાઈ પટ્ટણીએ જણાવ્યું હતું કે તેમણે ગરીબી નજીકથી જોઈ છે. આર્થિક સમસ્યાના કારણે કોઈ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે તે માટે આ પહેલ કરવામાં આવી છે. ઉદધાટક સાંસદ દેવુસિંહ ચૌહાણે આશા વ્યક્ત કરી કે આ લાયબ્રેરી વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ પ્રસંગે પાટણ સાંસદ ભરતસિંહ ડાભી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર