ડીસા-પાલનપુર હાઈવે પર બેંક ઓફ બરોડા સામેના ભાગેથી પસાર થઈ રહેલા એક દંપતીને બાઈક ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈવાડા ગામના દંપતીને નાની-મોટી ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, દાંતીવાડા તાલુકાના બાઈવાડા ગામના વતની પીરાભાઈ ખેતાભાઇ મોદી (ઉં.વ. 55) અને તેમના પત્ની ચંદાબેન પીરાભાઈ મોદી ડીસા-પાલનપુર હાઈવે પર આવેલી બેંક ઓફ બરોડા સામેના માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પૂરઝડપે આવી રહેલા એક બાઈક ચાલકે તેમને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પીરાભાઈ મોદીને શરીરે વધુ ઈજાઓ થઈ હતી, જ્યારે તેમના પત્ની ચંદાબેનને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાતા જ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા પાયલોટ અને ઈમરજન્સી ટેકનિશિયને ઘટનાસ્થળે પહોંચી બંને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
ડીસા-પાલનપુર હાઈવે પર બાઈવાડાના દંપતીને બાઈક ચાલકે અડફેટે લીધા

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
12 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા
