રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ18 નવેમ્બર, 2024| Super Admin

રાધનપુરના સાથલી ગામેથી ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ તબીબ ઝડપાયો

રાધનપુરના સાથલી ગામેથી ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ તબીબ ઝડપાયો

રાધનપુરના સાથલી ગામે એક મકાન ભાડે રાખી કોઇ પણ જાતની ડોકટર ડીગ્રી મેળવ્યા સિવાય અને લાયસન્સ ધરાવતા નહીં હોવા છતા ડોકટર તરીકેનુ રૂપ ધારણ કરી અને બીમાર લોકોને તપાસી એલોપેથીક દવા તથા ઇંજેકશન આપી બીમાર લોકોના સ્વાસ્થય સાથે ચેડાં કરતો નકલી ડોક્ટર પાટણ એસઓજી પોલીસે ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પાટણ જિલ્લા પોલીસ વડા ડો. રવિન્દ્ર પટેલએ જીલ્લામાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા "નકલી (બોગસ)ડોકટર" પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના તથા ઇ/ચા પો.ઇન્સ. એ.આર.પટેલ એસ.ઓ.જી.નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી શાખાની ટીમ રાધનપુર પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, સાંથલી ગામે સિપાઇ વાસમાં અબ્દુલભાઇ કાસમભાઇ સિપાઇ રહે.સાંથલી વાળાનુ મકાન ભાડે રાખી ભીખુભાઇ આસમભાઇ સિંધી રહે રાધનપુર તા.રાધનપુરવાળો કોઇ પણ જાતની ડોકટરની ડીગ્રી મેળવ્યા સિવાય અને લાયસન્સ ધરાવતા નહીં હોવા છતાં દવાખાનુ ચલાવે છે.

જે હકીકત આધારે તપાસ કરતાં તે ઇસમ મળી આવેલ જે કોઇપણ જાતના મેડીકલ ડીગ્રી કે સર્ટીફીકેટ વગર ડોકટર તરીકેનુ રૂપ ધારણ કરી અને બીમાર લોકોને તપાસી એલોપેથીક દવા તથા ઇંજેકશન આપી બીમાર લોકોના સ્વાસ્થ્ય સાથે બેદરકારી ભર્યુ કૃત્ય કરી તેમના ગે.કા. મેડીકલ પ્રેકટીસ કરી દવા તથા સાધનો દ્વારા આમ બિમાર વ્યક્તિઓને પોતે ડોકટર નહિ હોવા છતાંયે તપાસી છેતરપીંડી કરી ઇન્જેકશનો,દવાઓ,મેડીકલ સાધનો મળી કુલ કિ.રૂ. 3124,41/- ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવા રાધનપુર પોલીસ ને સોંપવામાં આવી હતી.

સંબંધિત સમાચાર