રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
વાવ-થરાદ18 ઑગસ્ટ, 2026| Super Admin

થરાના વડા ગામેથી 4 જુગારીયા ઝડપાયા, રૂ.67,600 નો મુદ્દામાલ જપ્ત

થરાના વડા ગામેથી 4 જુગારીયા ઝડપાયા, રૂ.67,600 નો મુદ્દામાલ જપ્ત

સ્ટેટ મોનીટરીંગ સેલ પછી જિલ્લા એલસીબી સક્રિય,સ્થાનિક પોલીસની ભૂમિકા પર સવાલ

ઓગડ તાલુકાના થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહીનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. ગઈકાલે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કરોડો રૂપિયાનો વિદેશી દારૂ તેમજ તેરવાડા ગામેથી મોટા જુગારના અડ્ડા પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી બાદ હવે બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચે થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુ એક જુગારના અડ્ડા પર દરોડો પાડી ચાર જુગારીઓને ઝડપી પાડ્યા છે. એલસીબીની આ કાર્યવાહીથી સ્થાનિક પોલીસની કામગીરી સામે ફરી સવાલો ઉઠવા પામ્યા છે.

બનાસકાંઠા એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વડા ગામની સીમમાં વડાથી મંગળપુરા તરફ જતા કાચા રસ્તા નજીક આવેલા એક પડતર ખેતરમાં કેટલાક ઈસમો ગંજીપાનાથી પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે દરોડો પાડતા ચાર ઈસમો રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રૂ.17,100, ગંજીપાનાના 52 નંગ, ત્રણ મોબાઈલ ફોન કિંમત રૂ.10,500, હીરો મોટરસાયકલ નંબર જીજે-08-ડિબી-1253 કિંમત રૂ.40,000 તથા અન્ય સામાન મળી કુલ રૂ.67,600નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ઝડપાયેલા ચારેય આરોપીઓ અને જપ્ત કરાયેલ મુદ્દામાલને આગળની કાર્યવાહી માટે થરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા. આ મામલે થરા પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે એસએમસી અને હવે જિલ્લા એલસીબી દ્વારા થરા વિસ્તારમાં મોટી કાર્યવાહી કરવામાં આવી હોવા છતાં સ્થાનિક પોલીસને આ અંગે અગાઉથી જાણ કેમ ન થઈ તે અંગે લોકોમાં ચર્ચા જાગી છે. ડીસા ડીવાયએસપી અને જિલ્લા પોલીસ વડા દ્વારા સ્થાનિક પોલીસની કામગીરી અંગે શું પગલાં લેવામાં આવે છે ? તેના પર હવે સૌની નજર છે.

સંબંધિત સમાચાર