રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ20 જૂન, 2026| Super Admin

પાટણમાં આવતીકાલે 1434 વિદ્યાર્થીઓ રી-નીટ પરીક્ષા આપશે

પાટણમાં આવતીકાલે 1434 વિદ્યાર્થીઓ રી-નીટ પરીક્ષા આપશે

NEET પરીક્ષામાં પેપર લીક બાદ હવે ફરી આગામી 21 જૂને પાટણ શહેરમાં જ ફાળવેલા 4 કેન્દ્રો પર રી-નીટ યોજાનાર છે. જેમાં 1438 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી સમીક્ષા બેઠક બાદ વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે.પરીક્ષાને સંપૂર્ણ પારદર્શક બનાવવા માટે આ વખતે સુરક્ષા અને તપાસના નિયમો અત્યંત કડક કરવામાં આવ્યા છે. 11:00 વાગે પ્રવેશ ત્રણ કલાક બાયોમેટ્રિકથી ચકાસણીબાદ એન્ટ્રી 2 વાગે પરીક્ષા શરૂ થશે. 

પાટણ શહેરમાં રી-નીટ પરીક્ષાના સફળ આયોજન માટે તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. શહેરની કે.કે. ગર્લ્સ હાઈસ્કૂલ, બી.ડી. હાઈસ્કૂલ, એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ અને આદર્શ હાઈસ્કૂલ એમ કુલ ચાર પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે, જ્યાં નોંધાયેલા કુલ 1,434 વિદ્યાર્થીઓ ભાવિ અજમાવશે. તાજેતરમાં થયેલા વિવાદોને ધ્યાને રાખીને આ ગેરરીતિ અટકાવવા માટે ખાસ બંદોબસ્ત વધાર્યો છે.સાથે એક્શન પ્લાન તૈયાર કરાયો છે.પરીક્ષાનો સત્તાવાર પ્રારંભ બપોરે 2:00 વાગ્યે થશે. જોકે,આ વખતે વિદ્યાર્થી ઓને મોટી રાહત આપતા પરીક્ષાના સમયમાં 15 મિનિટનો વધારો કરવામાં આવ્યો છે, જેથી હવે પેપર બપોરે 2:00 થી સાંજના 5:15 વાગ્યા સુધી ચાલશે. સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો, કલેક્ટરની સમીક્ષા બેઠકના આદેશ મુજબ પરીક્ષા કેન્દ્રોની અંદર અને બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત રહેશે. એટલું જ નહીં, પ્રશ્નપત્રો જે રૂટ પરથી લાવવામાં આવશે ત્યાં ખાસ પેટ્રોલિંગ રાખવામાં આવશે.

ટેગ્સ:#Neet

સંબંધિત સમાચાર