રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા18 ઑગસ્ટ, 2026| Super Admin

ચડોતર અને બુરાલમાં જુગાર રમતા ૧૩ ઈસમો ઝડપાયા

ચડોતર અને બુરાલમાં જુગાર રમતા ૧૩ ઈસમો ઝડપાયા

એલસીબી દ્વારા રૂ. ૩.૮૩ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

બનાસકાંઠા રેન્જ આઈ.જી. શ્રીમતી પરીક્ષિતા રાઠોડ તથા પોલીસ અધિક્ષક  પ્રશાંત સુંબે દ્વારા દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ હેઠળ કડક કાર્યવાહી કરવા આપેલી સુચનાના આધારે એલ.સી.બી. પાલનપુરની ટીમોએ સફળ કામગીરી કરી છે. એલ.સી.બી. પી.આઈ. ડી.એમ. રાઠોડ અને પી.એસ.આઈ.  આર.બી. જાડેજા તથા જે.એસ. ગઢવીના માર્ગદર્શન હેઠળ જુદી-જુદી ટીમોએ દરોડા પાડીને ડીસા રૂરલ અને પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા કુલ ૧૭ ઈસમોને ઝડપી લીધા છે.​પોલીસે ત્રણેય સ્થળોએથી રોકડ રકમ, મોટરસાયકલ અને મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૫,૪૫,૭૯૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

જેમાં ચડોતર ગામની સીમ,ખાડીયા વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા શાહરૂખ ચુનારા, કમલેશ સોલંકી, દીપિન મેંતીયા (પરમાર), રમેશજી જેસાતર (ઠાકોર), અમરતજી ઠાકોર અને ભરત પઢીયાર (તમામ રહે. પાલનપુર તાલુકો) ને રોકડા રૂ. ૨૭,૦૦૦/- સાથે ઝડપી લેવાયા. ​તેમજ બુરાલ ગામની સીમમાંથી પીરસિંહ સોલંકી, લાલસિંહ વાઘેલા, કરણસિંહ વાઘેલા, અભુસિંહ વાઘેલા, પ્રવિણસિંહ સોલંકી, દશરથસિંહ સોલંકી અને શ્રવણસિંહ સોલંકી નામના ૭ ઈસમોને ઝડપ્યા. આ દરોડામાં રોકડા રૂ. ૨૧,૧૯૦/-, ૬ મોટરસાયકલ (કિ.રૂ. ૩,૮૦,૦૦૦/-) અને ૫ મોબાઈલ (કિ.રૂ. ૫૦,૦૦૦/-) મળી કુલ રૂ. ૩,૮૩,૫૯૦/- નો મુદ્દામાલ જપ્ત કરાયો. આ કેસમાં ૭ ઈસમો ફરાર થવામાં સફળ રહ્યા છે. ​પોલીસે પકડાયેલા તમામ આરોપીઓ વિરૂદ્ધ સંબંધિત પોલીસ સ્ટેશનોમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તથા નાસી છૂટેલા આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર