ગુજરાતમાં ભર ઉનાળે ત્રીજી વખત કમોસમી વરસાદની આગાહી પગલે તા. 3 એપ્રિલના રોજ બપોર બાદ પાટણ માં વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. ધોધમાર વરસાદને પગલે રોડ પર પાણી વહેતાં થયા હતાં.પાટણ જિલ્લાના વાતાવરણમા બપોર પછી પલટો જોવા મળ્યો હતો. શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં વીજળીના કડાકા-ભડાકા અને તોફાની પવન સાથે તૂટી પડેલા વરસાદે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.હાલના વરસાદને પગલે કેરી,બાજરી, જીરૂ સહિતના પાકને ભારે નુકસાન થવાના ડરથી ખેડૂતો મુઝવણમાં મુકાયાં છે.
પાટણમાં વાતાવરણમાં પલટો : વીજળીના કડાકા સાથે ધોધમાર કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત

સંબંધિત સમાચાર
પાટણરાધનપુરમાં ડમ્પરના ગુપ્ત ખાનામાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો
1 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરના તાવડીયા ચોકડી પરથી પસાર થતી ટ્રક સર્કલ પર ચડી જતા અકસ્માત સર્જાયો
1 દિવસ પહેલા
પાટણપાટણના હાજીપુરમાં SD Pay એપ્લિકેશનથી રૂ. 2.52 લાખથી વધુની ઠગાઈ કરાઈ
1 દિવસ પહેલા
પાટણરાધનપુરના રોઝુના ખેડૂતોએ કેનાલ રિપેર કરવા નર્મદા નિગમને આવેદનપત્ર આપ્યું
1 દિવસ પહેલા
