ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ડીસા મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો

ગ્રામ પંચાયત ચૂંટણી ૨૦૨૫,બનાસકાંઠાજિલ્લા વિહવટી તંત્રએ મતદાન માટે શ્રેષ્ઠ આયોજન કર્યું: પોલિંગ તથા પોલીસ સ્ટાફની ઉમદા કામગીરી.ગ્રામ પંચાયત ચૂંટણી ૨૦૨૫ને લઈને બનાસકાંઠા જિલ્લામાં આજે કુલ ૩૨૨ ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ માહોલમાં સવારે ૭ વાગ્યાથી મતદાન શરૂ થયું છે. ૩૨૨ પંચાયત પૈકી ૩૦૩ ગ્રામ પંચાયત સામાન્ય તથા ૧૯ ગ્રામ પંચાયત ખાતે પેટા ચૂંટણીનું આયોજન કરાયું છે. વહેલી સવારે ૭ વાગ્યાથી જ મતદાન માટે લોકોમાં અનેરો ઉમળકો અને ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદારો વહેલી સવારથી જ મતદાન મથકો પર ઉમટયા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
ડીસા તાલુકાના જુનાડીસા,કાંટ,સર્યુંનગર,રોબાસમોટી સહિતના ગામોમાં ગ્રામજનોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને શાંતિપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદાન માટે શ્રેષ્ઠ આયોજન કરાયું છે તથા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. પોલિંગ તથા પોલીસ સ્ટાફ દ્વારા ઉમદા કામગીરી કરવામાં આવી રહી છે. ગામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં અને પેટા ચૂંટણીમાં ગામના ઉમેદવારો દ્વારા મતદારોને લોકશાહીના પર્વમાં ગામના તમામ લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. મતદાનએ આપણો હક અને અધિકાર છે. આપણા હકનો આપણે ઉપયોગ કરવો તે દરેક નાગરિકની ફરજ છે.
Google પર રખેવાળને પસંદ કરોટેગ્સ:#Banaskantha District#Democracy#Community Participation#Electoral Process#Civic Duty#Gram Panchayat Elections 2025#Peaceful Voting#Voter Enthusiasm#Election Arrangements#Village Panchayat Elections
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
2 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
3 દિવસ પહેલા
