મનરેગા યોજના અંતર્ગત શનિવારના રોજ પાટણ તાલુકા પંચાયત હસ્તકની ૭ ગ્રામ પંચાયતોમાં રોજગાર દિવસની ઉજવણી કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. મનરેગા યોજના અંતર્ગત પાટણ તાલુકા પંચાયત હસ્તક વડલી,સબોસણ, નાના રામણદા,રણુંજ, નોરતા વાંટા,નોરતા તળપદ,મીઠી વાવડી ગ્રામ પંચાયત ખાતે રોજગાર દિવસની ઉજવણી ના ઉપલક્ષ્યમાં તાલુકા વિકાસ અધિકારી અશોકકુમાર ઠક્કર, તાલુકા મનરેગા શાખા આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર જ્યોતિબેન પટેલ દ્વારા રોજગાર લક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પાટણ તાલુકા પંચાયત હસ્તક ની ૭ ગ્રામ પંચાયતોમાં આયોજિત કરાયેલા રોજગાર દિવસ ની ઉજવણી કાર્યક્રમમાં પાટણ તાલુકા વિકાસ અધિકારી સહિત ગ્રામ પંચાયત ના તલાટી કમ મંત્રીઓ, વહીવટદારો, મનરેગા શાખાના કર્મચારીઓ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મનરેગા યોજના અંતર્ગત પાટણ તા.પંચા.હસ્તકની ૭ ગ્રામ પંચાયતોમાં રોજગાર કાર્યક્રમ યોજાયો

સંબંધિત સમાચાર
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
3 દિવસ પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
3 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
4 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
4 દિવસ પહેલા
