રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા25 ઑગસ્ટ, 2026| Super Admin

જેસોર ખાતે કૃષિ પોલિટેકનિક ડીસાના વિદ્યાર્થીઓ દ્વારા ટ્રેકિંગ અને પ્લાસ્ટિક મુક્ત અભિયાન

જેસોર ખાતે કૃષિ પોલિટેકનિક ડીસાના વિદ્યાર્થીઓ દ્વારા ટ્રેકિંગ અને પ્લાસ્ટિક મુક્ત અભિયાન

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સંલગ્ન કૃષિ પોલિટેકનિક, ડીસાના રાષ્ટ્રીય સેવા યોજના સાથે જોડાયેલ વિદ્યાર્થીઓ દ્વારા કેદારનાથ (જેસોર), તા. અમીરગઢ, જી. બનાસકાંઠા ખાતે શૈક્ષણિક તથા સાહસિક પ્રવૃત્તિના ભાગરૂપે ટ્રેકિંગનું આયોજન માન.કુલપતિની પ્રેરણા તથા નિયામક, વિદ્યાર્થી કલ્યાણ અને આચાર્ય અને વિદ્યા શાખાધ્યક્ષ (કૃષિ)ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ ટ્રેકિંગ દરમિયાન વિદ્યાર્થીઓએ કુદરતી સૌંદર્યનો આનંદ માણવાની સાથે શારીરિક તંદુરસ્તી, સાહસિકતા, ટીમવર્ક, શિસ્ત અને પર્યાવરણ જાગૃતિ જેવા મહત્વપૂર્ણ ગુણોનો અનુભવ કર્યો હતો. વિદ્યાર્થીઓએ મુશ્કેલ ચઢાણ દરમિયાન એકબીજાને સહયોગ આપીને સામૂહિક ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. 

એન.એસ.એસ. પ્રવૃત્તિનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં “સેવા, શિસ્ત અને સામાજિક જવાબદારી” ની ભાવના વિકસાવવાનો છે. ટ્રેકિંગ દરમિયાન વિદ્યાર્થીઓએ સ્વચ્છતા જાળવવા, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા તથા કુદરતી પર્યાવરણનું સંરક્ષણ કરવા અંગે પણ જાગૃતિ કેળવી હતી. વિદ્યાર્થીઓએ જેસોરને અનુરૂપ વૃક્ષોની પ્રજાતિના સીડ બોલ બનાવી ટ્રેકિંગ દરમિયાન આ સીડ બોલને જંગલમાં જુદી જુદી જગ્યાએ ફેલાવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કૃષિ પોલિટેકનિક, ડીસાના આચાર્ય, ડૉ. મનીષા એસ. શિંદે, એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર ડૉ. ટી.એ.દેસાઇ, ડૉ.આર.વી.જોષી, ડૉ.ડી.એમ.ડાભી તથા ડૉ. હર્ષિત પાલીવાલના દ્વારા  કરવામાં આવ્યું હતું.જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

 

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર