રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મોડાસામાં જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે વિજયાદશમી પર્વે પરંપરાગત શસ્ત્ર પૂજન

મોડાસામાં જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે વિજયાદશમી પર્વે પરંપરાગત શસ્ત્ર પૂજન

વિજયાદશમી (દશેરા)ના પાવન પર્વે શસ્ત્ર પૂજનનું વિશેષ ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ રહેલું છે. જેના ભાગરૂપે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મોડાસા સ્થિત અરવલ્લી જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટની કચેરી ખાતે ભક્તિભાવપૂર્વક શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે અરવલ્લી જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ દિનેશભાઈ ડી. પટેલની ઉપસ્થિતિમાં રાઈફલ સહિતના વિવિધ શસ્ત્રોનું શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અનુસાર પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. તેમણે કચેરીના તમામ શસ્ત્રોને તિલક કરી પુષ્પ અર્પણ કર્યા હતા.

આ શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં જિલ્લા હોમગાર્ડ કચેરીના અધિકારીઓ તેમજ સમગ્ર સ્ટાફ પરિવાર ઉત્સાહભેર જોડાયો હતો અને પરંપરાગત રીતે વિધિ સંપન્ન કરી વિજયાદશમી પર્વની ઉજવણી કરી હતી.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર