રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | હિંમતનગર

હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકે પરંપરાગત શસ્ત્ર પૂજન

હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકે પરંપરાગત શસ્ત્ર પૂજન

હિંમતનગર  ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે વિજયાદશમી (દશેરા)ના પાવન પર્વ નિમિત્તે પરંપરાગત શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ ભક્તિભાવ અને ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે હિમતનાગર ગ્રામ્ય પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરતસિંહ ડી. રાઠોડ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શસ્ત્રો તેમજ સરકારી વાહનોનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું.

હિન્દુ સંસ્કૃતિમાં આસુરી શક્તિઓ પર દૈવી શક્તિના વિજયના પ્રતીક સમા દશેરાના દિવસે શસ્ત્ર પૂજનનું વિશેષ મહત્વ રહેલું છે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ પ્રજાના રક્ષણ કાજે સતત કાર્યરત રહેતી પોલીસ માટે શસ્ત્રો જ તેમની ફરજનું મુખ્ય અંગ છે. હિંમતનગર પોલીસ મથકમાં રાખવામાં આવેલા તમામ હથિયારોને સુશોભિત કરી કંકુ, અક્ષત અને પુષ્પ અર્પણ કરી વિશેષ આરતી કરવામાં આવી હતી.

આ શસ્ત્ર પૂજન પ્રસંગે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરતસિંહ ડી. રાઠોડે જણાવ્યું હતું કે, કાયદો અને શાંતિ-વ્યવસ્થા જળવાઈ રહે તથા પ્રજાજનોની સુરક્ષા વધુ મજબૂત બને તેવા સંકલ્પ સાથે દર વર્ષે પરંપરાગત રીતે આ પૂજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ, હોમગાર્ડ જવાનો તથા જીઆરડીના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એકબીજાને દશેરા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

 

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર