રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | થરાદ

થરાદના ખેડૂતોની વેદના: સુજલામ સુફલામ નહેરને રાજસ્થાન બોર્ડર સુધી લંબાવવા ઉઠી માંગ

થરાદના ખેડૂતોની વેદના: સુજલામ સુફલામ નહેરને રાજસ્થાન બોર્ડર સુધી લંબાવવા ઉઠી માંગ

થરાદ અને રાહ વિસ્તારના ખેડૂતોની સિંચાઈ અને પશુપાલન માટેના પાણીની વિકટ સમસ્યાને વાંચા આપવા માટે આજે કોંગ્રેસ પક્ષના આગેવાનો અને શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન દ્વારા મામલતદાર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. આ રજૂઆત દ્વારા મુખ્યમંત્રી સુધી ખેડૂતોની માંગણીઓ પહોંચાડવા વિનંતી કરવામાં આવી છે  સુજલામ સુફલામ કાચી નહેર હાલમાં જ્યાં અટકેલી છે. ત્યાંથી તેને છેક રાજસ્થાન બોર્ડર ખોડા સુધી લંબાવવી અત્યંત જરૂરી છે. જો આ નહેર આગળ વધારવામાં આવે તો સરહદી ગામોના હજારો એકર જમીનને નવું જીવનદાન મળી શકે તેમ છે હાલમાં કાળઝાળ ઉનાળો શરૂ થઈ રહ્યો છે. અને ભૂગર્ભ જળના સ્તર સતત નીચે જઈ રહ્યા છે. 

પાણીના અભાવે ખેડૂતોનો ઉનાળુ વાવેતર ઘાસચારો અને અન્ય પાક સુકાઈ રહ્યો છે પશુપાલન પર નિર્ભર આ વિસ્તાર માટે પાણી એ માત્ર જરૂરિયાત નહીં પણ અસ્તિત્વનો સવાલ બની ગયો છે આગેવાનોએ આક્ષેપ કર્યો હતો. કે સરકાર માત્ર ચૂંટણીઓ વખતે જ નહેરમાં પાણી છોડે છે. ખેડૂતોની માંગ છે કે ઉનાળાની આ કપરી પરિસ્થિતિમાં માનવતાના ધોરણે તાત્કાલિક પાણી છોડવામાં આવે આ પ્રસંગે શિક્ષણ સમિતિના ચેરમેન અને કોંગ્રેસના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, જો સરકાર દ્વારા વહેલી તકે નહેરમાં પાણી છોડવાનો અને તેને લંબાવવાનો હકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે, તો આવનારા સમયમાં ખેડૂતોના હિત માટે ગાંધીચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. આ આવેદન પત્ર આપતી વખતે મોટી સંખ્યામાં વિસ્તારના ખેડૂતો અને પક્ષના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અને સૂત્રોચ્ચાર દ્વારા પોતાની માંગણીઓ બુલંદ કરી હતી.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર