રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | વડગામ

વડગામ તાલુકાના યુવાન પાસે ત્રણ લાખની રકમ લઈ લગ્ન કરી અમદાવાદ ની લૂંટેરી દુલ્હન ફરાર

વડગામ તાલુકાના યુવાન પાસે ત્રણ લાખની રકમ લઈ લગ્ન કરી અમદાવાદ ની લૂંટેરી દુલ્હન ફરાર
મામવાડાના દલાલે અમદાવાદની યુવતી સાથે ત્રણ લાખમાં લગ્ન કરાવ્યા : દુલ્હન સહિતનો પરિવાર ફરાર, વડગામ તાલુકાના એક ગામના  યુવક સાથે અમદાવાદની યુવતી એ દલાલ મારફત લગ્ન કરી ટૂંકા ગાળામાં સાસરેથી ફરાર થઇ જતા પીડિત યુવકે વડગામ પોલીસ મથકે દુલ્હન તેમજ તેના માતા - પિતા અને દલાલ વિરુદ્ધ છેતરપિંડી ની ફરિયાદ નોંધાવી હતી. વડગામ તાલુકાના એક ગામના યુવકના લગ્ન ન થતા યુવકે મામવાડા ના દલાલ પ્રવીણસિંહ પ્રતાપજી રાજપૂતનો સંપર્ક કરતા તેને અમદાવાદ ના નરોડામાં રહેતી કિંજલ સાથે ત્રણ માસ પૂર્વે રૂ.ત્રણ લાખ આપવા ની શરતે  અમદાવાદ ની બ્રહ્માણી મેરેજ બ્યુરોમાં હિન્દૂ શાસ્ત્રો થી લગ્ન કરાવ્યા હતા.લગ્ન કરી યુવક જીવનસાથી સાથે ઘરે આવ્યો હતો. ત્યાર બાદ પત્ની પિયર ગઈ હતી.બાદ ફરી સાસરે આવી હતી. થોડા દિવસ બાદ સાસુ નો ફોન આવેલ અને કહેલ કે અમારા સંબંધી બીમાર છે. જેથી કિંજલ ને મોકલો જેથી પતિ એ કિંજલ ને અમદાવાદ મોકલી હતી જોકે સમય જતાં પત્ની પરત ન આવતા પતિ એ સાસુ - સસરા સહિત પત્ની ને ફોન કરતા ફોનની સ્વીચ બંધ આવતા અમદાવાદ ગયો હતો. જોકે અમદાવાદ માં રહેતા સાસરિયાઓ ના મકાન ને તાળું મારેલ હતું. જેથી યુવક સાથે છેતરપીંડી થયા નું માલુમ પડતા યુવકે લૂંટરી દુલ્હન સાસુ, સસરા તેમજ દલાલ વિરુદ્ધ વડગામ પોલીસ મથકે મંગળવારે ફરિયાદ નોંધાવી હતી. કોની કોની સામે ફરિયાદ નોંધાઇ (૧) પ્રવીણસિંહ પ્રતાપજી રાજપૂત રહે.મામવાડા તા. સિદ્ધપુર જી.પાટણ (૨) કિંજલબેન મહેન્દ્રભાઈ પટેલ રહે.નરોડા તા.અમદાવાદ (૩) મહેન્દ્રભાઈ કાલિદાસ પટેલ રહે.નરોડા (૪) સારીકાબેન મહેન્દ્રભાઈ પટેલ રહે.નરોડા
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર