ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ત્રણ દિવસની ભારત મુલાકાતે હતા. મેક્રોન ભારતની આતિથ્યસત્કારથી ખૂબ પ્રભાવિત થયા હતા. તેમણે ફિલ્મ "ધુરંધર" ના ટાઇટલ ટ્રેકનો પણ આનંદ માણ્યો. તેમની મુલાકાતના અંતે, ફ્રેન્ચ રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વિડિઓ શેર કર્યો, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મેક્રોને ભારતનો આભાર માન્યો અને કેપ્શનમાં લખ્યું, "આભાર ભારત." તેમણે ભારતીય અને ફ્રેન્ચ ધ્વજના ઇમોજી પણ ઉમેર્યા. 44 સેકન્ડના આ વીડિયોમાં ધુરંધરનું ટાઇટલ ટ્રેક પણ બેકગ્રાઉન્ડ મ્યુઝિક તરીકે દર્શાવવામાં આવ્યું છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 1.1 મિલિયનથી વધુ લોકોએ જોયો છે, 75,000 લાઇક્સ અને લગભગ 10,000 રિપોસ્ટ મળ્યા છે. આ વિડીયોમાં ભારતની પરંપરાગત સ્વાગત સંસ્કૃતિ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતો અને ભારત-ફ્રાન્સ સંબંધોની મજબૂતાઈ દર્શાવતા વિવિધ કાર્યક્રમોની ઝલક દર્શાવવામાં આવી છે. વિડીયો મુંબઈમાં મેક્રોનના આગમનથી શરૂ થાય છે, જ્યાં તેમનું પરંપરાગત ભારતીય શૈલીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. રંગબેરંગી છત્રીઓ, ઢોલ અને નર્તકોના સમૂહ સાથે ભારતીય તહેવારની યાદ અપાવે તેવી એક જીવંત શોભાયાત્રા બતાવવામાં આવી છે.
મનોરંજન| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
ફ્રેન્ચ રાષ્ટ્રપતિ પણ ધુરંધરના ચાહક બન્યા

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
મનોરંજન'દૃશ્યમ 3'ની બોક્સ ઓફિસ પર ધૂમ: 7 દિવસમાં વિશ્વભરમાં 383 કરોડની કમાણી
3 અઠવાડિયા પહેલા
મનોરંજન‘હનુમાન અંશ’ 2 કરોડના બજેટમાં 200 કરોડ પાર, 36મા દિવસે પણ બોક્સ ઓફિસ પર દબદબો
1 મહિના પહેલા
મનોરંજન‘આવારાપન 2’ની ધમાકેદાર કમાણી, ‘બંટવારા 1947’ના કલેક્શનમાં પણ ઉછાળો
2 મહિના પહેલા
મનોરંજન‘KGF’ના યશનો ખૂંખાર અવતાર! ‘ટોક્સિક’ના 4:38 મિનિટના ટ્રેલરે મચાવ્યો ધમાલ
2 મહિના પહેલા
