મોડિફાઇડ સાઇલેન્સરવાળી કુલ ૦૮ બુલેટ મોટર સાઇકલના ચાલકો વિરૂદ્ધ મોટર વાહન અધિનિયમ હેઠળ કાર્યવાહી કરતી મોડાસા ટાઉન પોલીસ ટીમ.
વિરેન્દ્રસિંહ યાદવ (નાયબ પોલીસ મહાનિરીક્ષક, ગાંધીનગર રેન્જ, ગાંધીનગર), મનોહરસિંહ એન. જાડેજા (પોલીસ અધિક્ષક, અરવલ્લી-મોડાસા) તથા જે. ડી. વાઘેલા (નાયબ પોલીસ અધિક્ષક, મોડાસા વિભાગ, મોડાસા) નાઓએ અરવલ્લી જિલ્લામાં તથા મોડાસા શહેરમાં મોડિફાઇડ સાઇલેન્સર લગાવી વધુ પડતો અવાજ કરતી બુલેટ મોટરસાઇકલના ચાલકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપેલ.
જે સૂચનાઓના આધારે આર.ડી.ચૌધરી (પોલીસ ઇન્સપેક્ટર, મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન) નાઓએ તાબાના પોલીસ અધિકારીઓ/કર્મચારીઓને પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ રાખી નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો વિરૂદ્ધ મોટર વાહન અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ.
તે આધારે એસ. એસ. મલેક (પોલીસ સબ ઇન્સપેક્ટર) તથા સ્ટાફના કર્મચારીઓ વિસ્તારમાં નવરાત્રી બંદોબસ્ત પેટ્રોલીંગમાં હતા, તે દરમિયાન મોડિફાઇડ સાઇલેન્સરવાળી કુલ ૦૮ બુલેટ મોટરસાઇકલ ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. મોડાસા ટાઉન પોલીસ દ્વારા વાહનચાલકોને જાહેર અપીલ કરવામાં આવે છે કે તેઓ પોતાના વાહનોમાં મોડિફાઇડ સાઇલેન્સર ન લગાવે અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરે.





