કાંકરેજ તાલુકાના રવીયાણા ગામે બનાસકાંઠા એસ.ઓ.જી એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ગુપ્ત બાતમીના આધારે એક મોટી રેડ કરીને અફીણના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, એસ.ઓ.જી પોલીસે રવીયાણા ગામની સીમમાં આવેલા એક ખેતરમાં રહેણાંક ઢાળિયામાં અચાનક દરોડો પાડ્યો હતો. આ રેડ દરમિયાન પોલીસને ત્યાંથી ૭૪૪.૧૦ ગ્રામ ગેરકાયદેસર અફીણનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી અફીણના આ જથ્થા સાથે અમરા પટેલ નામના એક ઈસમને રંગેહાથ ઝડપી લીધો છે. પોલીસે અફીણ અને અન્ય સાધનો મળી કુલ રૂપિયા ૪,૭૭,૦૫૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એસ.ઓ.જી પોલીસે લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપી અમરા પટેલની અટકાયત કરી તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ નશાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
કાંકરેજના રવીયાણામાંથી એસ.ઓ.જી એ અફીણ ઝડપી પાડ્યું એકની અટકાયત
સંબંધિત સમાચાર
બનાસકાંઠાઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
2 કલાક પહેલા
બનાસકાંઠાપાલનપુર-અંબાજી હાઇવે પર મેરવાડા પાસે સ્કોર્પિયો ખાડામાં ખાબકી
22 કલાક પહેલા
બનાસકાંઠાવડગામના લિંબોઈ ખાતે સરસ્વતી કોલેજમાં પૂર્વ મુખ્યમંત્રીની અધ્યક્ષસ્થાને ત્રિવેણી પર્વ ઉજવાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં મધરાત્રે ક્લોરિન ગેસ લીકેજથી ફફડાટ: તંત્રની ત્વરિત કાર્યવાહીથી મોટી જાનહાનિ ટળી
1 દિવસ પહેલા
