રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા27 જૂન, 2026| Super Admin

વડગામના લિંબોઈ ખાતે સરસ્વતી કોલેજમાં પૂર્વ મુખ્યમંત્રીની અધ્યક્ષસ્થાને ત્રિવેણી પર્વ ઉજવાયો

વડગામના લિંબોઈ ખાતે સરસ્વતી કોલેજમાં પૂર્વ મુખ્યમંત્રીની અધ્યક્ષસ્થાને ત્રિવેણી પર્વ ઉજવાયો

વડગામના લિંબોઈ ખાતે કાર્યરત  સરસ્વતી કોલેજ ઓફ નર્સિંગનું નામાભિધાન, ચૂંટાયેલા સમાજના અગ્રણીઓ અને દાતાઓના સન્માન સમારોહનું શનિવારે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. રાજપૂત કેળવણી સહાયક મંડળ પાલનપુર દ્વારા સંચાલિત વડગામ તાલુકાના લીંબોઈ ખાતે આવેલા  ગિરાબા કિશોરસિંહ હેદુજી સોલંકી વિદ્યાસંકુલમાં શનિવારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની અધ્યક્ષસ્થાને ત્રિવેણી પર્વ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમાજના અગ્રણીઓ, દાતા ઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ની અધ્યક્ષસ્થાને શનિવારે લીંબોઈ ખાતે આવેલા શ્રીમતી ગિરાબા કિશોરસિંહ હેદુજી સોલંકી વિદ્યાસંકુલ ખાતે શ્રી સરસ્વતી કોલેજ ઓફ નર્સિંગનું "માતૃશ્રી બાઇસાહેબબા મોહનસિંહ વાઘેલા" ના નામનું નામાભિધાન કરવામાં આવ્યું હતું. આ કર્યક્રમમાં સંત પરમ પૂજ્ય યોગીરાજ  રૂખડનાથજી મહારાજે આશીર્વચન આપ્યા હતા. કાર્યક્રમનું ઉદ્દઘાટન નટવરસિંહ મોહનસિંહ વાઘેલાએ કર્યું હતું. તો કર્યક્રમના મુખ્ય મહેમાન પદે રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને સિધ્ધપુર ના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત અને સંકુલના દાતા અને સાહિત્યકાર કિશોરસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. 

તેમની સાથે  રાજપૂત કેળવણી સહાયક મંડળના પ્રમુખ મદારસિંહ હડિયોલ સહિતના મહેમાનોએ ઉપસ્થિત રહી પ્રેરક ઉદબોધન આપ્યું હતું. આ પ્રસંગે આ સંસ્થામાટે દાન આપનાર દાતાઓનું અને તાજેતરમાં યોજાયેલી જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટાયેલા સમાજના અગ્રણીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના યુવાનો, માતાઓ, બહેનો વડીલો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. રતુજી રાણા અને ભીખુસિંહ પરમારે કર્યું હતું.

સંબંધિત સમાચાર