યાત્રાધામ અંબાજીના પવિત્ર ગબ્બર પર સ્થિત માં કામાખ્યા શક્તિપીઠના દ્વાર શ્રદ્ધાળુઓ માટે પુનઃ ખોલી દેવામાં આવ્યા છે. દર વર્ષની જેમ યોજાતો પરંપરાગત અને ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ એવો 'અંબુવાચી મહોત્સવ' વિધિવત રીતે પૂર્ણ થતાં જ શુભ મુહૂર્તમાં માતાજીના કપાટ ખોલવામાં આવ્યા હતા. મહોત્સવ દરમિયાન નિયમ મુજબ ત્રણ દિવસ માટે માતાજીના દર્શન સામાન્ય ભક્તો માટે બંધ રાખવામાં આવ્યા હતા. અંબુવાચી ઉત્સવ સંપન્ન થતાં અને મંદિરના દ્વાર ખુલતાં જ માઈભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વહેલી સવારથી જ શંખનાદ અને જયઘોષ સાથે ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
અંબાજી ગબ્બર કામાખ્યા શક્તિપીઠ: અંબુવાચી મહોત્સવ પૂર્ણ થતાં દર્શન પુનઃ શરૂ

સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસાના હૈદરી ચોકમાં ગંદા પાણીના ભરાવા થકી રોગચાળાની ભીતિ
3 દિવસ પહેલા
બનાસકાંઠાવડગામ તાલુકાના હજારો ખેડૂતો કિસાન આંદોલનમાં જોડાશે: સરકાર સામે ઉગ્ર રોષ
3 દિવસ પહેલા
બનાસકાંઠાકાંકરેજ ખોડા વિનય વિદ્યામંદિર ખાતે તાલુકા કક્ષાનો ખેલમહાકુંભ યોજાયો
3 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી પોલીસની મોટી કાર્યવાહી: ૪ ચોરીની બાઈક સાથે એક શખ્સ ઝડપાયો
3 દિવસ પહેલા
