મહારાષ્ટ્રના પુણેમાં રવિવાર, ૨૮ જૂનના રોજ યોજાનારી શિક્ષક પાત્રતા પરીક્ષા એટલે કે (TET) ને પ્રશ્નપત્ર લીક થવાના ગંભીર આરોપો બાદ મહારાષ્ટ્ર રાજ્ય પરીક્ષા પરિષદ દ્વારા તાત્કાલિક અસરથી મુલતવી રાખવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં કેટલાક શંકાસ્પદ લોકોના કબજામાંથી પરીક્ષાના પ્રશ્નો મળી આવ્યા હતા, જેના કારણે વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે શંકાસ્પદો પાસે રહેલા કેટલાક પ્રશ્નો અસલી TET પરીક્ષા માટે તૈયાર કરાયેલા પ્રશ્નો સાથે હૂબહૂબ મેળ ખાતા હતા. આ મામલે કથિત પેપર લીકના સ્ત્રોત અને તેની પાછળ કોનું નેટવર્ક છે તે જાણવા માટે ભિવંડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ શિક્ષણ વિભાગ એ બાબતની પણ તપાસ કરી રહ્યું છે કે આ અસલી પેપર હતું કે કોઈ મોક ટેસ્ટ પેપર.
આ મોટી ઘટના સામે આવ્યા બાદ મહારાષ્ટ્રમાં રાજકારણ પણ ગરમાયું છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકલે સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું છે કે, પેપર લીક હવે અપવાદ નથી પણ આ ધૂર્ત સરકારની ઓળખ બની ગઈ છે. નાયબ મુખ્યમંત્રી શિંદેના હોમટાઉન થાણેમાં પેપર લીક થવું એ લાખો વિદ્યાર્થીઓની મહેનત અને સપના પર પાણી ફેરવવા સમાન છે. સરકારે જવાબ આપવો જોઈએ કે આ કૌભાંડ પાછળ કોનું રાજકીય સમર્થન છે?
મહારાષ્ટ્ર TET પરીક્ષાનું પેપર લીક, ૨૮ જૂનની પરીક્ષા મોકૂફ રખાતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયઓપરેશન સફેદ સાગરથી ઓપરેશન સિંદૂર સુધીનો અનુભવ ધરાવતા ભારતીય વાયુસેનાના નવા વડા એર માર્શલ આશુતોષ દીક્ષિત કોણ?
6 કલાક પહેલા
રાષ્ટ્રીય"આપણા દેશ સાથે જે કરવામાં આવ્યું છે તે રાજદ્રોહ છે, કોઈને પણ બક્ષવામાં આવશે નહીં"
10 કલાક પહેલા
રાષ્ટ્રીયનંદીગ્રામ-રેજીનગરથી નાગાંવ સુધી, 5 વિધાનસભા અને 1 લોકસભા બેઠક પર મતદાન ચાલુ છે; સવારે 11 વાગ્યા સુધીમાં કેટલા લોકોએ મતદાન કર્યું?
12 કલાક પહેલા
રાષ્ટ્રીયઆજથી ઈન્ડિગોની ફ્લાઈટ્સ મોંઘી થઈ
12 કલાક પહેલા
