આઈપીએલ ઇતિહાસના સૌથી મોંઘા ખેલાડી રિષભ પંતની ફરી એકવાર દિલ્હી કેપિટલ્સમાં ભવ્ય વાપસી થઈ ગઈ છે, જ્યારે ભારતનો સ્ટાર ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવ હવે લખનઉ સુપર જાયન્ટ્સ માટે રમતો જોવા મળશે. દિલ્હી અને લખનઉ વચ્ચે આ સીઝનનો સૌથી મોટો પ્લેયર ટ્રેડ સફળતાપૂર્વક સંપન્ન થયો છે. આપને જણાવી દઈએ કે, લખનઉ સુપર જાયન્ટ્સે આઈપીએલ ૨૦૨૫ના મેગા ઓક્શનમાં રિષભ પંતને રેકોર્ડબ્રેક ૨૭ કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યો હતો, જે આઈપીએલના ઈતિહાસની સૌથી મોટી રકમ હતી. જોકે, આ સીઝન બાદ પંતે લખનઉની કેપ્ટનશીપ છોડી દીધી હતી અને હવે આ મેગા ટ્રેડ બાદ તે ૧૫ કરોડ રૂપિયાની ફી સાથે પોતાની જૂની ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સમાં પરત ફર્યો છે, બીજી તરફ, આ ટ્રેડના ભાગરૂપે કુલદીપ યાદવ ૫ સીઝનના અત્યંત સફળ પ્રવાસ બાદ દિલ્હી કેપિટલ્સનો સાથ છોડીને ૧૩.૫૦ કરોડ રૂપિયાની પોતાની વર્તમાન ફી પર લખનઉમાં સામેલ થયો છે. કુલદીપે દિલ્હી માટે ૬૫ મેચમાં ૭૨ વિકેટ ઝડપી છે. ઘરેલું ક્રિકેટ ઉત્તર પ્રદેશથી રમતા કુલદીપ માટે લખનઉની ટીમમાં જવું એ એક રીતે 'ઘર વાપસી' જેવું છે.
રિષભ પંતની દિલ્હી કેપિટલ્સમાં વાપસી, કુલદીપ યાદવ લખનઉ સુપર જાયન્ટ્સમાં સામેલ

સંબંધિત સમાચાર
રમતગમતઈશાન કિશને 8 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો
1 દિવસ પહેલા
રમતગમતસેમિફાઇનલ મેચમાં ભારતે પાકિસ્તાનને 4-3 ના માર્જિનથી હરાવ્યું
1 દિવસ પહેલા
રમતગમતભારતે શ્રીલંકાને હરાવીને 124 રનથી મેચ જીતીને ફાઇનલમાં પ્રવેશ કર્યો
1 દિવસ પહેલા
રમતગમતભારતે પહેલી વાર ODIમાં આટલા મોટા લક્ષ્યનો પીછો કરીને સૌથી વધુ 400+ સ્કોરનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો
1 દિવસ પહેલા
