રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા13 જાન્યુઆરી, 2025| Super Admin

ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ના કારણે હિમવર્ષા અને કમોસમી વરસાદના થતા

ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ના કારણે હિમવર્ષા અને કમોસમી વરસાદના થતા
બનાસકાંઠા જિલ્લામાં પણ પવનની દિશા બદલાતા ફરી એકવાર ઠંડીનો ચમકારો લઘુતમ તાપમાનમાં ત્રણ ડીગ્રી ઘટાડો થયો શનિવારે વહેલી સવારે કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા થયા બાદ વાદળો વિખેરાતા ખેડૂતોમાં હાશકારો: જીલ્લામાં કેટલાંક દિવસોથી ઠંડીના સપાટા વચ્ચે બે  દિવસથી રાહતના માહોલ જોવા મળી રહ્યો છે અને હવામાન માં આવેલી અસ્થિરતા વચ્ચે ગુજરાતના કેટલાંક ભાગોમાં વરસાદી માહોલ વચ્ચે શનિવારના ઝાપટા વરસ્યા હતા શિયાળુ પાકની સિઝન ટાણે હવામાન પલ્ટાથી ખેડૂતોના શ્વાસ અધ્ધર થયા છે પરંતુ ત્યારબાદ વાદળો વિખેરાતા આકાશ ખુલ્લું થતા ફરી એકવાર પવનની દિશા બદલાતા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જીલ્લાના શનિવારની વહેલી સવારે કેટલાંક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો જેમાં પાલનપુર પંથકમાં હળવા ઝાપટા-છાંટા વરસ્યા હતા જેથી. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.શિયાળુ સીઝનના પાકો હવે તૈયારીમાં પહોંચી ગયા છે ત્યારે બદલાતા હવામાન અને વરસાદી માહોલને લઈ નુકસાનની ભિતી જોવાઈ રહી હતી. બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે કમોસમી વરસાદની કોઇ આગાહી કરી નથી અને આવતા સાત દિવસ સુધી હવામાન શુષ્ક રહેવાની શક્યતા દર્શાવી છે. અમુક હવામાન નિષ્ણાંતોએ માવઠાની સંભાવના દર્શાવી હોવાથી મકરસંક્રાંતિ ટાણે પતંગ રસિયાઓના જીવ ઉચ્ચક થયા છે. જોકે બનાસકાંઠા જિલ્લામાં શનિવારના બપોર બાદ વાદળો વિખેરાતા વાતાવરણ ખુલ્લુ થવા પામ્યું છે જેના કારણે ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઉતરાયણ ટાંકણે ફરી એકવાર ઠંડીનો ચમકારો રહશે: ઉત્તર ભારતમાં સર્જાયેલી વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ની અસરને લઇ કેટલાક વિસ્તારોમાં થયેલા કમોસમી વરસાદ બાદ પવનની દિશા બદલાતા ફરીવાર બનાસકાંઠા જિલ્લામાં તીવ્ર ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયો છે જેમાં રવિવારના લઘુતમ તાપમાનમાં ત્રણ ડિગ્રીના ઘટાડા સાથે તાપમાન ૧૧.૬ ડીગુ નોંધાયું હતુ રાજ્યના નલિયા, જુનાગઢ, અમરેલી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ઠંડીનું જોર જોવા મળ્યુ છે. જિલ્લામાં પવનની ગતિમાં વધારો જોવા મળી શકે છે: રાજ્યમા બદલાયેલા હવામાન વચ્ચે કેટલાક વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો જોવા મળી શકે છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ સામાન્ય પવન કરતાં થોડોક  વધારે પવન રહેવાની શક્યતાઓ રહેલી છે ત્યારે ઉતરાયણમાં પંતગ રસિકો માટે ખૂબ સારા સમાચાર  છે.

સંબંધિત સમાચાર