રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | પાલનપુર

પાલનપુર બ્રિજ પર બે ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત: કેબિન કચડાતા ચાલકનું મોત

પાલનપુર બ્રિજ પર બે ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત: કેબિન કચડાતા ચાલકનું મોત

પાલનપુર હાઇવે પર આવેલા બ્રિજ પર વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં બે ટ્રેલર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં એક ચાલકનું કરુણ મોત નીપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પાલનપુર બ્રિજના આબુરોડ તરફના છેડા પર પૂરપાટ ઝડપે આવી રહેલા બે ટ્રેલર અચાનક એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા. આ ભયાનક ટક્કર એટલી જોરદાર હતી કે, આગળના ટ્રેલરની કેબિન સંપૂર્ણપણે કચડાઈ ગઈ હતી.

કેબિન કચડાઈ જવાના કારણે ટ્રેલરનો ચાલક તેમાં જ ગંભીર રીતે ફસાઈ ગયો હતો. અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફસાયેલા ચાલકને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી, પરંતુ ગંભીર ઇજાઓ અને વધુ પડતા લોહી વહી જવાના કારણે કમનસીબે ચાલકે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. આ અકસ્માતના કારણે હાઇવે પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી, જેને પોલીસે ભારે જહેમત બાદ ક્રેનની મદદથી વાહનોને હટાવીને પુનઃ પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર