સમી પો.સ્ટે.વિસ્તારના સમી ટાઉનમાથી જુગારનો ગણના પાત્ર કેશ શોધી સમી પોલીસે પાંચ જુગારીઓ ને રોકડ રકમ સહિત જુગારના સાહિત્ય સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓએ પ્રોહી-જુગાર ના કેશો શોધીકાઢી પ્રોહી-જુગારની બદીને નેસ્તો નાબુદ કરવા સુચના કરેલ હોઇ નાયબ પોલીસ અધિ.રાધનપુરના સીધા માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ એ.એસ.વસાવા સમી પોલીસ સ્ટેશનનાઓ સહિત સમી પોલીસના માણસો ખાનગી વાહનમાં સમી પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, સમી ટાઉન વિસ્તારમાં મલાવડી તળાવ નામથી ઓળખાતી સીમમા બાવળોની ઝાડીની ઓથમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પોતાના અંગત ફાયદા સારૂ ગંજીપાનાનો હારજીતનો જુગાર રમી રમાડે છે જે મળેલ હકીકત આધારે ટીમે હકીકત વાળી જગ્યાએ જુગાર અંગે રેઇડ કરતા ફેસલ હબીબ કાજી,સોઇબ હબીબ સૈયદ, અસલમ સબીર સૈયદ, દિનેશભાઇ વસુભાઇ સથાવારા અને ઇમરાન રજાક સૈયદ તમામ રહે. સમીવાળાઓને ઝડપી જુગાર સાહિત્ય અને રોકડ રકમ મળી કુલ રૂ.૧૦,૪૬૦ મુદામાલ કબ્જે કરી તમામ સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી સમી પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
સમીના મલાવડી તળાવ વિસ્તારની સીમમાં જુગાર રમતા પાંચ જુગારીઓને સમી પોલીસે ઝડપ્યા

સંબંધિત સમાચાર
પાટણપાટણમાં કોંગ્રેસનો ઉગ્ર વિરોધ: 'વોટ ચોર ગાદી છોડો'ના નારા સાથે ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ
1 દિવસ પહેલા
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
3 દિવસ પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
3 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
4 દિવસ પહેલા
