રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
સાબરકાંઠા6 ઑગસ્ટ, 2025| Super Admin

સાબરકાંઠા; વડાલીમાં કૃષિ વિભાગના દરોડા ૧૧૦૦થી વધુ ખાતરની બેગો મળી આવી

સાબરકાંઠા; વડાલીમાં કૃષિ વિભાગના દરોડા ૧૧૦૦થી વધુ ખાતરની બેગો મળી આવી
રાજ્યમાં ખાતરની અછતના કારણે ખેડૂતોને ખાતર મળી રહ્યું નથી જેના પગલે સરકાર હવે એક્શનમાં આવી છે. આજે ગાંધીનગર અને અમદાવાદના કૃષિ વિભાગના અધિકારીઓની ટીમે સાંબરકાંઠાના વડાલીમાં દરોડો પાડીને 1100થી વધુ બેગ ખાતર મળી આવ્યું હતું. રજીસ્ટ્રેશન ના હોય તેવા ગોડાઉનમાંથી ખાતર મળી આવતા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી લાયસન્સ રદ કરી દેવાયું છે. ખાતરની અછત વચ્ચે તંત્રએ હવે ઠેર ઠેર તપાસ શરુ કરી છે અને કડક કાર્યવાહી કરાઇ રહી છે. ઉલ્લેખનિય છે કે રાજ્યમાં હાલ ખાતરની તીવ્ર અછત જોવા મળી રહી છે. ખેતીની સિઝનમાં જ પુરતુ ખાતર ના મળતા ઠેર ઠેર ખેડૂતોને  ખાતર મેળવવા માટે વલખાં મારવા પડી રહ્યા છે. ઘણા સ્થળોએ તો ખેડૂતોની ખાતર મેળવવા માટે લાંબી લાઇનો લાગી છે. વડાલીમાં ગોડાઉનમાંથી 1100 બેગ ખાતર જપ્ત; દરમિયાન ગાંધીનગર નાયબ ખેતી નિયામક અને અમદાવાદના નાયબ ખેતી નિયામકે આજે માહિતી આધારે સાબરકાંઠાના વડાલીમાં દરોડો પાડ્યો હતો. અધિકારીઓની ટીમે રજીસ્ટ્રેશન ના હોય તેવા ગોડાઉનમાંથી 1100 બેગથી વધુ ખાતરનો જથ્થો જપ્ત કર્યો હતો. રજીસ્ટ્રેશન ના હોવાથી અધિકારીઓએ લાયસન્સ રદ કરી દીધું હતું. વેપારીઓ 2030 સુધીનું લાયસન્સ મેળવ્યું હતું પણ તંત્ર દ્વારા તત્કાળ અસરથી લાયસન્સ રદ કરી દેવાયું હતું.

સંબંધિત સમાચાર