રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ27 ડિસેમ્બર, 2024| Super Admin

પાટણમાં સ્વામી બુદ્ધા રિલેકસ સ્પામાં ચાલતો દેહવ્યાપાર નો ગોરખધંધો ઝડપી લેતી પોલીસ

પાટણમાં સ્વામી બુદ્ધા રિલેકસ સ્પામાં ચાલતો દેહવ્યાપાર નો ગોરખધંધો ઝડપી લેતી પોલીસ
ડમી ગ્રાહક બનાવી સ્પામાં ચાલતા દેહવ્યાપાર ને ખુલ્લો પાડી પોલીસે કાયૅવાહી હાથ ધરી પાટણ શહેરના અંબાજી નેળીયા વિસ્તાર નજીકમાં આવેલ સ્વામી બુદ્ધા સ્પામાં ચાલતા દેહ વ્યાપારનો પોલીસે પર્દાફાશ કરી બે શખ્સો ની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.આ બાબતે મળતી માહિતી મુજબ પાટણના સ્વામી બુદ્ધા રિલેક્સ સ્પામાં સ્પાની આડમાં દેહવ્યાપાર નો ધંધો ચાલતો હોવાની હકીકત પોલીસ ને પ્રાપ્ત થતાં પોલીસે ઉપરોક્ત સ્પા સેન્ટર પર ડમી ગ્રાહક મોકલી પોલીસે ગોરખ ધંધો ઝડપી પાડી 2 વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. પાટણ શહેરના અંબાજી નેળિયા પાસેના કેન્સ એવન્યુ નામની બિલ્ડીંગમાં ત્રીજા માળે ચાલતા સ્વામી બુદ્ધા સ્પામાં ચાલતા દેહ વ્યાપારનો ગોરખ ધંધો એસ ઓ જી પોલીસે ઝડપી લીધો છે. જે મામલે બે વ્યક્તિઓ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પાટણ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે, પાટણ શહેરના અંબાજી નેળિયા પાસે કેન્સ એવન્યુ નામની બિલ્ડીંગમાં ત્રીજા માળે ચાલતા સ્વામી બુદ્ધા રિલેક્સ નામના સ્પામાં બહારથી છોકરીઓને લાવીને મસાજના નામે તેમની પાસે દેહવ્યાપાર કરાવવામાં આવે છે જેથી પોલીસે બોગસ ગ્રાહક ઊભો કરી મહિલા પોલીસ અને પંચોને સાથે રાખી કાર્યવાહી હાથ ધરી હતી. સ્પાના નામે ચાલતા ગોરખધંધો સામે આવતા જ પોલીસે આ ગોરખ ધંધો ચલાવનાર અશ્વિન સિંહ વિક્રમભાઈ વાઘેલા રહે ઉંબરી તા કાંકરેજ જી.બનાસકાંઠા અને ઉત્તમ સોની ગામ ડીસા બનાસકાંઠા વાળા વિરુદ્ધ અનૈતિક વ્યાપાર પ્રતિબંધ અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધીને અશ્વિન સિંહ વાઘેલાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર