ધાનેરા નેનાવા–સાંચોર હાઈવે નંબર 168 ની અત્યંત દયનીય અને ગંભીર હાલતને લઈને સ્થાનિક રહીશો તેમજ વાહનચાલકોમાં તંત્ર સામે ભારે આક્રોશ વ્યાપી ગયો છે. હાઈવે પર ઠેર-ઠેર પડેલા મોટા અને જોખમી ખાડાઓને કારણે દૈનિક અવરજવર કરતા હજારો વાહનચાલકોને જીવના જોખમે પ્રવાસ કરવાની નોબત આવી છે. સ્થાનિક નાગરિકોના આક્ષેપ અનુસાર, આ રોડના બાંધકામ અને સમયસરની જાળવણીમાં ભારે બેદરકારી અને નબળી ગુણવત્તા દાખવવામાં આવી છે. અત્યંત ટૂંકા સમયગાળામાં જ રસ્તો સંપૂર્ણપણે બિસ્માર થઈ જતાં લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે વાહનચાલકો ચોંકાવનારી પ્રતિક્રિયા આપતાં કહી રહ્યા છે કે "હાઈવે પર ખાડા છે કે ખાડામાં રોડ છે તે સમજવું મુશ્કેલ બની ગયું છે. નબળું કામ કરનાર કોન્ટ્રાક્ટર અને બેદરકાર અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં લેવાય. સમગ્ર વિસ્તારના લોકોની નજર સંબંધિત સરકારી વિભાગ અને તંત્રના વલણ પર મંડાયેલી છે. તંત્ર ઊંઘમાંથી જાગીને નેનાવા–સાંચોર હાઈવે નં. 168 ને ક્યારે સુરક્ષિત અને સુગમ બનાવે છે તે જોવું રહ્યું.
નેનાવા-સાંચોર હાઈવે પર ખાડાઓનું સામ્રાજ્ય બિસ્માર રસ્તાથી વાહનચાલકો પરેશાન

સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાલનપુરમાં SBI કર્મચારીઓનું ઉગ્ર વિરોધ પ્રદર્શન: પડતર માગણીઓને લઈને બેંક કર્મીઓ હડતાલ પર
3 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરીમાં એસઓજીના સપાટા: રૂ. ૨.૪૪ લાખની બનાવટી નોટો સાથે બે શખ્સો ઝડપાયા
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના વડાવળ પાસે સામાન્ય બાબતે બઘડાટી: ગાયો સાઈડમાં લેવા મુદ્દે થયેલા હુમલામાં ૪ ઈજાગ્રસ્ત
3 દિવસ પહેલા
બનાસકાંઠામાતા યશોદા એવોર્ડ: આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોનું વિશેષ સન્માન
3 દિવસ પહેલા
