રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત3 ઑક્ટોબર, 2026| Super Admin

વડોદરાના કરજણમાં CNG ભરાવતી કારની ગેસ ટાંકીમાં અચાનક વિસ્ફોટ

વડોદરાના કરજણમાં CNG ભરાવતી કારની ગેસ ટાંકીમાં અચાનક વિસ્ફોટ

વડોદરા જિલ્લાના કરજણમાં નેશનલ હાઇવે-48 પર CNG ભરાવતી વખતે કારની ગેસ ટાંકીમાં અચાનક જોરદાર વિસ્ફોટ થતાં ચકચાર મચી ગઈ હતી. કરજણમાં જિંદાલ કંપની સામે આવેલા પેટ્રોલ-સીએનજી પંપ પર બનેલી આ ઘટનામાં કારને ભારે નુકસાન થયું હતું. વિસ્ફોટના કારણે નજીકમાં ઊભેલા અન્ય બે વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું. જોકે, સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

મળતી માહિતી મુજબ, એક કારચાલક CNG ભરાવવા માટે જિંદાલ કંપની નજીક આવેલા પંપ પર પહોંચ્યો હતો. પંપ કર્મચારી દ્વારા કારમાં CNG ભરવા માટે નોઝલ લગાવવામાં આવી હતી. CNG રિફ્યુઅલિંગ દરમિયાન અચાનક કારની ગેસ ટાંકીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે કારનો પાછળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો. કારના કેટલાક ભાગો અને ટુકડા દૂર સુધી ફંગોળાયા હતા. નજીકમાં પાર્ક કરેલા અન્ય બે વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું. અચાનક થયેલા વિસ્ફોટથી પંપ પરિસરમાં હાજર લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

કારમાં કોઈ વ્યક્તિ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી

ઘટના સમયે કારની અંદર કોઈ વ્યક્તિ હાજર નહોતી. CNG ભરાવતી વખતે કારમાં સવાર લોકો બહાર ઊભા હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. વિસ્ફોટ બાદ થોડા સમય માટે પંપ પરિસરમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.ઘટનાની જાણ થતાં કરજણ ફાયર ટીમ સાયરન સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ટીમે સ્થળનું નિરીક્ષણ કરી આગ કે અન્ય કોઈ જોખમની શક્યતાને ધ્યાનમાં રાખીને જરૂરી સાવચેતીના પગલાં લીધા હતા.

 વિસ્ફોટનું ચોક્કસ કારણ હજુ તપાસ હેઠળ

પ્રાથમિક માહિતી મુજબ, કારની CNG ગેસ ટાંકીમાં ટેકનિકલ ખામી અથવા વધુ પડતા દબાણના કારણે વિસ્ફોટ થયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, વિસ્ફોટનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. સંબંધિત વિભાગો અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરાયા બાદ જ ઘટનાનું સાચું કારણ સામે આવશે.

CCTV ફૂટેજ સામે આવ્યા

આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. ફૂટેજમાં CNG રિફ્યુઅલિંગ દરમિયાન અચાનક વિસ્ફોટ થતો જોવા મળે છે. વિસ્ફોટ બાદ કારનો પાછળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયેલો નજરે પડે છે. ઘટના બાદ પોલીસ દ્વારા પણ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી. પંપ પરની સુરક્ષા વ્યવસ્થા, CNG રિફ્યુઅલિંગ પ્રક્રિયા અને કારની ગેસ ટાંકી સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ CNG ટાંકીમાં આટલો પ્રચંડ વિસ્ફોટ કયા કારણોસર થયો તે સ્પષ્ટ થશે.

સંબંધિત સમાચાર