રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા1 ઑક્ટોબર, 2026| Super Admin

શ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે વિશ્વ હાર્ટ દિવસ નિમિત્તે CPR તાલીમનું આયોજન

શ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે વિશ્વ હાર્ટ દિવસ નિમિત્તે CPR તાલીમનું આયોજન

શ્રી સર્વોદય એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ, ડીસા ખાતે તા. 30-09-2026, બુધવારના રોજ વિશ્વ હાર્ટ દિવસ નિમિત્તે ડીસા રોટરી ક્લબ તથા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, ડીસાના સંયુક્ત ઉપક્રમે કાયદાના વિદ્યાર્થીઓ માટે CPR (Cardiopulmonary Resuscitation – હૃદય-ફેફસાંને પુનઃસક્રિય કરવાની જીવનરક્ષક પ્રક્રિયા) અંગે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

86.jpg 271.59 KB
કાર્યક્રમ દરમિયાન ડો. ભુપેન્દ્રભાઈ પઢિયાર, ડો. દિપકભાઈ પરમાર, દીપીકાબેન પટેલ, કિંજલબેન ઠક્કર, અવનીબેન ઠક્કર તથા ધર્મિષ્ઠાબેન પટેલ દ્વારા વિદ્યાર્થીઓને CPRનું મહત્વ, તેની આવશ્યકતા તથા કટોકટીની પરિસ્થિતિમાં CPR કેવી રીતે આપવું તે અંગે વિસ્તૃત અને પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન હૃદય બંધ થવાની સ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ આપવાની પદ્ધતિ, છાતી પર દબાણ (Chest Compression) કરવાની યોગ્ય રીત, CPR આપતી વખતે રાખવાની જરૂરી સાવચેતી તથા તાત્કાલિક તબીબી સહાય મેળવવાના મહત્વ અંગે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક તાલીમમાં ભાગ લઈ CPRની પ્રક્રિયાનું પ્રાયોગિક જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.
85.jpg 218.23 KB
આ પ્રસંગે શ્રી સર્વોદય ટ્રસ્ટના નિયામક જી.જે પટેલ, લૉ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ યશભાઈ મંડોરા, લૉ કોલેજનો તમામ સ્ટાફગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તાલીમ કાર્યક્રમના માધ્યમથી વિદ્યાર્થીઓને કાયદાકીય શિક્ષણની સાથે જીવનરક્ષક કૌશલ્ય, તાત્કાલિક પ્રતિસાદની ક્ષમતા તથા સામાજિક જવાબદારીનું વ્યવહારુ જ્ઞાન પ્રાપ્ત થયું હતું.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ ડીસા રોટરી ક્લબ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની તબીબી ટીમ, લૉ કોલેજના સ્ટાફગણ તથા વિદ્યાર્થીઓનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો. અને કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો.

સંબંધિત સમાચાર