રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મહેસાણા LCBની સપાટો: ખેરપુરા નજીકથી ૬ લાખના મુદ્દામાલ સાથે દારૂ ભરેલી કાર જપ્ત, બુટલેગર ફરાર

મહેસાણા LCBની સપાટો: ખેરપુરા નજીકથી ૬ લાખના મુદ્દામાલ સાથે દારૂ ભરેલી કાર જપ્ત, બુટલેગર ફરાર

મહેસાણા જિલ્લામાં દારૂબંધીનો કડક અમલ કરાવવાના ભાગરૂપે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા એક મોટી સફળતા હાંસલ કરવામાં આવી છે. એલસીબીના પીએસઆઈ એ. એમ. રાઠોડ અને તેમના સ્ટાફને મળેલી ગુપ્ત બાતમીના આધારે ખેરાલુ તાલુકાના ખેરપુરા ગામ પાસે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ વોચ દરમિયાન એક શંકાસ્પદ કારને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે વાહન ભગાવ્યું હતું, જેથી પોલીસે ફિલ્મી સ્ટાઈલમાં કારનો પીછો કર્યો હતો.

પોલીસને પોતાની પાછળ આવતી જોઈને ગભરાયેલો બુટલેગર રસ્તામાં જ ગાડી મૂકીને રાત્રિના અંધકારનો ફાયદો ઉઠાવીને નાસી છૂટ્યો હતો. ત્યારબાદ એલસીબીની ટીમે બિનવારસી હાલતમાં પડેલી તે કારની સઘન તલાશી લીધી હતી. તપાસ દરમિયાન કારની અંદરથી જુદી-જુદી બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૩૨ જેટલી પેટીઓ મળી આવી હતી, જેની અંદાજિત કિંમત ૪ લાખ રૂપિયાથી વધુ થવા જાય છે.

આ કાર્યવાહીમાં પોલીસે ચાર લાખનો દારૂ અને બે લાખ રૂપિયાની કિંમતની કાર એમ કુલ મળીને ૬ લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા તમામ મુદ્દામાલને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ખેરાલુ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત, ફરાર થઈ ગયેલા અજાણ્યા કાર ચાલક સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#mahesana

સંબંધિત સમાચાર