વિજાપુરમાં મામલતદારને મળેલી બાતમીના આધારે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જૂની આઈટીઆઈ પાસે આવેલી ખાનગી હોટલ નજીક હિંમતનગર હાઈવે રોડ પર આવેલા ગોડાઉનમાંથી સરકારી અનાજનો જથ્થો ગેરકાયદેસર રીતે ફ્લોર મિલમાં લઈ જવાતો હતો. મામલતદારની સૂચના મુજબ પુરવઠા અધિકારી અને નાયબ મામલતદાર તથા તેમની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. આ દરમિયાન ઈરફાન શેખ નામના યુવક પાસેથી 38 હજાર કિલોગ્રામ ચોખા અને 12 હજાર કિલોગ્રામ ઘઉં જપ્ત કરવામાં આવ્યા હતા. નાયબ મામલતદાર પુરવઠાએ આ અનાજના જથ્થાના બિલની માંગણી કરી હતી. પરંતુ યુવક કોઈ બિલ રજૂ કરી શક્યો ન હતો. આ કારણે સમગ્ર અનાજનો જથ્થો સીઝ કરી દેવામાં આવ્યો છે. મામલતદારે જિલ્લા પુરવઠા વિભાગને આ અંગેનો રિપોર્ટ મોકલી આપ્યો છે.
મહેસાણા; ગેરકાયદેસર રીતે ફ્લોર મિલમાં લઈ જવાતો સરકારી અનાજનો જથ્થો સીઝ કરાયો

ટેગ્સ:#mehsana#food security#raids#Local Governance#Law Enforcement#regulatory action#Agricultural Policy#Mamlatdar#Illegal Transport#compliance issues#Government Grain Stock#Flour Mill#Supply Officer#Grain Seizure#Rice and Wheat#District Supply Department#Public Resources
સંબંધિત સમાચાર
મહેસાણાભાવનગર લઠ્ઠાકાંડ: મહેસાણામાં કોંગ્રેસના ધરણાં, ગૃહમંત્રીના રાજીનામાની માંગ
1 દિવસ પહેલા
મહેસાણાદેવું ચૂકવવાની ઘેલછામાં નકલી નોટોનો ખેલ: વિસનગરમાં કાવતરાનો પર્દાફાશ!
1 દિવસ પહેલા
મહેસાણામહેસાણા એલસીબીની મોટી સફળતા: ઇકો ગાડીમાં મુસાફરોના ખિસ્સા કાપતી સુરતની ગેંગના બે શખ્સો ઝડપાયા
4 દિવસ પહેલા
મહેસાણાવિસનગર-મહેસાણા હાઇવે પર હિટ એન્ડ રન: અર્ટિકા કારની ટક્કરે સાયકલ સવાર આધેડનું મોત, ચાલક ફરાર
4 દિવસ પહેલા
