રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મહેસાણા સાયબર ક્રાઈમની મોટી સફળતા: લોન અને ક્રેડિટ કાર્ડના બહાને ₹19 લાખ ખંખેરનાર ભેજાબાજ જેલ હવાલે

મહેસાણા સાયબર ક્રાઈમની મોટી સફળતા: લોન અને ક્રેડિટ કાર્ડના બહાને ₹19 લાખ ખંખેરનાર ભેજાબાજ જેલ હવાલે

મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસે લોન અને ક્રેડિટ કાર્ડ સેટલમેન્ટની લાલચ આપી દેશભરમાં લાખો રૂપિયાની છેતરપિંડી આચરતા એક ભેજાબાજ યુવકની ધરપકડ કરી છે. લાખોની છેતરપીંડી આચરનાર ભેજાબાજ ​​આરોપી રૂષભકુમાર મુકેશભાઇ પટવા કે જે મહેસાણામાં રાધનપુર રોડની સુરસાગર સોસાયટીમાં રહે છે.

જુદી જુદી ​મોડસ ઓપરેન્ડી દ્વારા જરૂરિયાતમંદ લોકોને લોન અને ક્રેડિટ કાર્ડ સેટલમેન્ટની લાલચ આપી પ્રોસેસિંગ ફી, ફાઈલ ચાર્જ અને GSTના નામે નાણાં પડાવતો હતો. અત્યાર સુધીમાં આશરે રૂ. 19 લાખનું ફ્રોડ આચર્યાનું સામે આવ્યું છે. રૂષભકુમાર પટવા ​દેશવ્યાપી નેટવર્ક ચલાવતો હતો. આરોપી પાસે 11 અલગ-અલગ બેંકોમાં 12 જેટલા મુખ્ય ખાતા અને અન્ય 5 ખાતાઓ હતા. તેના આ ખાતાઓ વિરુદ્ધ દેશભરમાંથી 15 સાયબર ક્રાઇમની ફરિયાદો નોંધાયેલી છે.

​ચોંકાવનારો ખુલાસો ત્યારે થયો કે જ્યારે આરોપીએ પોતે જ સાયબર ફ્રોડનો ભોગ બન્યો હોવાનો ડ્રામા કરીને 1930 હેલ્પલાઈન અને સાયબર પોર્ટલ પર રૂ. 77.52 લાખની ખોટી ફરિયાદ નોંધાવી હતી. તેનો હેતુ અગાઉ કરેલા વ્યવહારોના નાણાં ફ્રીઝ કરાવીને કોર્ટ મારફતે પાછા મેળવવાનો હતો. પરંતુ આ ભેજાબાજ વધુ કોઈ છેતરપીંડીનું કારસ્તાન કરે તે પહેલા જ મહેસાણા પોલીસે તેને દબોચી લીધો છે. ​હાલમાં આ આરોપી કોર્ટ કસ્ટડીમાં છે અને સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આ મોટા નેટવર્કની વધુ તપાસ ચાલી રહી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર