રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ગાયત્રી મંત્રોથી ગુંજી ઉઠશે માલગઢ : સંસ્કાર કેન્દ્રના પાટોત્સવ નિમિત્તે દિવ્ય મહાયજ્ઞનું આયોજન

ગાયત્રી મંત્રોથી ગુંજી ઉઠશે માલગઢ : સંસ્કાર કેન્દ્રના પાટોત્સવ નિમિત્તે દિવ્ય મહાયજ્ઞનું આયોજન

મંત્રી પ્રવીણભાઈ માળીએ કાર્યકમમાં હાજરી આપી ગાયત્રી પરિવારના કાર્યની પ્રશંસા કરી

ડીસા તાલુકાના માલગઢ ગામે આવેલ ગાયત્રી સંસ્કાર કેન્દ્રના નવમા વાર્ષિક પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ૨૩ એપ્રિલના રોજ વહેલી સવારથી જ કેન્દ્ર ખાતે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે 'પ્રખર પ્રજ્ઞા' અને 'સજલ શ્રદ્ધા'ની દશસ્નાન વિધિ સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞનો પ્રારંભ થયો હતો, જેમાં અનેક દંપતીઓએ યજમાન પદે બેસી શાસ્ત્રોક્ત વિધિથી આહુતિઓ અર્પણ કરી હતી. આ યજ્ઞની મુખ્ય વિશેષતા એ રહી હતી કે તમામ કર્મકાંડ અને પૂજાવિધિ ગાયત્રી પરિવાર પાટણની બહેનો દ્વારા અત્યંત શાલીનતાપૂર્વક સંપન્ન કરાવવામાં આવી હતી. યજ્ઞ દરમિયાન વિવિધ સંસ્કાર વિધિઓ પણ કરવામાં આવી હતી. આ પવિત્ર પ્રસંગે ગુજરાત રાજ્યના મંત્રી અને ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવિણભાઈ માળીએ ખાસ હાજરી આપી હતી. તેમણે ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવતી સામાજિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓની ભારોભાર પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી ગાયત્રી પરિવારના ભાઈ-બહેનો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગાયત્રી મંત્રના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ ઉપસ્થિત તમામ ભાવિક ભક્તોએ સમૂહમાં ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. માલગઢ ગાયત્રી સંસ્કાર કેન્દ્રના આ પાટોત્સવે પંથકમાં ભક્તિ અને સંસ્કારની નવી ચેતના જગાવી છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Malgadh

સંબંધિત સમાચાર