રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા9 જાન્યુઆરી, 2025| Super Admin

પોષણ ઉડાન હેઠળ પાલનપુર ખાતે બાળકો અને વડીલોએ મળીને ઉજવી મકરસંક્રાંતિ

પોષણ ઉડાન હેઠળ પાલનપુર ખાતે બાળકો અને વડીલોએ મળીને ઉજવી મકરસંક્રાંતિ
પાલનપુરના વૃદ્ધાશ્રમમાં પતંગ, રમત અને નાસ્તા સાથે પોષણ ઉડાનની વિશેષ ઉજવણી: પાલનપુર સ્થિત હિન્દુ સમાજ વડીલ વિશ્રાંતિ ભવન વૃદ્ધાશ્રમ ખાતે પોષણ ઉડાન-૨૦૨૫ની ઉજવણીનું આયોજન બનાસકાંઠા આઇ.સી.ડી.એસ વિભાગના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઉષાબેન ગજ્જરની અધ્યક્ષતામાં કરાયું હતું. વિશ્રાંતિ ભવન ખાતે વૃદ્ધાશ્રમ પરિવાર સાથે મળીને મકરસંક્રાંતિ પર્વની ઉજવણી પ્રાર્થના થકી કરાઈ હતી. આ પ્રસંગે કિશોરીઓને પતંગ પર સ્લોગનની સ્પર્ધા, રસ્સાખેંચ અને ખો-ખો જેવી રમતો રમાડવામાં આવી હતી. આંગણવાડી કેન્દ્રના પુર્વ પ્રાથમિક શિક્ષણ મેળવતા ૩ થી ૬ વર્ષના બાળકોને સંગીત ખુરશી, બિસ્કેટ પકડ જેવી રમતો રમાડવામાં આવી હતી. બાળકોને નાસ્તામાં તલની ચિંકી, સીંગની ચિંકી, તલના લાડુ, મોસંબી આપવામાં આવી હતી. બાળકો અને કિશોરીઓ સાથે પતંગો ચગાવવાની મસ્તી પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા પોષણ ઉડાન-૨૦૨૫ની ઉજવણી વૃદ્ધાશ્રમ પરિવાર સાથે હર્ષ ઉલ્લાસ અને આનંદ સાથે કરવામાં આવી. આ કાર્યક્રમમાં બાળ વિકાસ યોજના અધિકારી પાલનપુર-૧, પી.એસ.ઇ ઇન્સ્ટ્રકટર, મુખ્યસેવિકાઓ, આંગણવાડી કેન્દ્રના બાળકો, કિશોરીઓ અને કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર