બનાસકાંઠાના મુખ્ય વેપારી મથક ડીસામાં અકસ્માતોની વણઝાર યથાવત રહી છે. તેમાં પણ રેતી ભરેલા વાહનોના કારણે ટ્રાફીક જામ થવા સાથે અકસ્માત સર્જાઇ રહ્યા છે ત્યારે ડીસાના ભોપાનગર નજીક એક ટ્રક અને એક્ટિવા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે.
ભોપાનગર પાસે સર્જાયેલા આ અકસ્માતમાં એક્ટિવા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. અને ઇજાગ્રસ્ત એક્ટિવા ચાલકને ત્વરિત સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
અકસ્માતની આ ગંભીર ઘટનાની જાણ થતાં જ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે સ્થળ પર પહોંચીને ટ્રાફિક સમસ્યા દુરસ્ત કરી હતી અને અકસ્માત કઈ રીતે સર્જાયો તથા કોની ભૂલ હતી ? તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.





