રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા14 સપ્ટેમ્બર, 2026| Super Admin

બનાસકાંઠા CNG હડતાળ: પડતર પ્રશ્નોના નિરાકરણ વગર પંપ સંચાલકો રોષે ભરાયા

બનાસકાંઠા CNG હડતાળ: પડતર પ્રશ્નોના નિરાકરણ વગર પંપ સંચાલકો રોષે ભરાયા

બનાસકાંઠા સહિત વાવ- થરાદમાં CNG પંપ બંધ

બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર CNG પંપ સંચાલકો દ્વારા હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. CNG પંપ સંચાલકોની વિવિધ પડતર માંગણીઓનું લાંબા સમયથી નિરાકરણ ન આવતા  બનાસકાંઠા જિલ્લા તેમજ વાવ-થરાદ જિલ્લામાં આવેલા CNG પંપ અચોક્કસ મુદત માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

CNG પંપ સંચાલકો દ્વારા છેલ્લા ઘણા સમયથી પોતાની વિવિધ માંગણીઓને લઈને રજૂઆતો કરવામાં આવી રહી છે. તેમ છતાં માંગણીઓનો ઉકેલ ન આવતા સંચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેના પગલે આવતીકાલથી તમામ સંબંધિત CNG પંપ બંધ રાખી હડતાળ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

CNG પંપ બંધ રહેતા જિલ્લા માં CNGથી ચાલતા ઓટો રિક્ષા, કાર સહિતના અનેક વાહનોના ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને રોજિંદા પરિવહન માટે CNG પર નિર્ભર વાહન ચાલકોને ઈંધણ ભરાવવા માટે હાલાકી ભોગવવી પડે તેવી સ્થિતિ સર્જાવાની શક્યતા છે. પંપ સંચાલકોની પડતર માંગણીઓનું વહેલી તકે નિરાકરણ આવે અને હડતાળનો અંત આવે તેવી માંગ ઉઠી રહી છે.

ટેગ્સ:#Banaskantha#Vav Tharad

સંબંધિત સમાચાર