રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ16 સપ્ટેમ્બર, 2026| Super Admin

શંખેશ્વર પાસે દર્દનાક અકસ્માત: અજાણ્યા વાહનની ટક્કરે ઓટો રિક્ષામાં સવાર યુવતીનું મોત

શંખેશ્વર પાસે દર્દનાક અકસ્માત: અજાણ્યા વાહનની ટક્કરે ઓટો રિક્ષામાં સવાર યુવતીનું મોત

શંખેશ્વર પાસે નાયરા પેટ્રોલ પંપ નજીક વહેલી સવારે એક અજાણ્યા વાહને ઓટો રિક્ષાને ટક્કર મારતા રિક્ષામાં પાછળ બેઠેલી ૨૧ વર્ષની યુવતીનું ઘટના સ્થળે જ ગંભીર ઈજા થવાથી મોત થયું હતું. મૃતક યુવતી ગાંધીનગર જવા માટે પોતાના કૌટુંબિક ભાઈની રિક્ષામાં શંખેશ્વર આવી રહી હતી ત્યારે આ ઘટના બની હતી

શંખેશ્વર તાલુકાના ખીજડીયારી ગામના કાજલબા બહાદુરસિંહ (ઉંમર 21 વર્ષ) વહેલી સવારે ગાંધીનગર જવા નીકળ્યા હતા. તેઓ પોતાના કૌટુંબિક ભાઈ ખુમાનસિંહ પરમારની રિક્ષામાં બેસીને શંખેશ્વર તરફ આવી રહ્યા હતા.શંખેશ્વર પહોંચતા નાયરા પેટ્રોલપંપ નજીક સામેથી આવી રહેલા અજાણ્યા વાહને રિક્ષાને જોરદાર ટક્કર મારતા રિક્ષામાં પાછળ બેઠેલા કાજલબા રિક્ષા માંથી બહાર ફેંકાઈ ગયા હતા. તેમને ચહેરાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. 

બનાવની જાણ થતા જ શંખેશ્વર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.પોલીસે મૃતદેહને શંખેશ્વર સી.એચ.સી.ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી શરૂ કરી હતી. આ બનાવ અંગે રિક્ષા ચાલક ખુમાનસિંહ દોલતસિંહ પરમાર (રહે.ખીજડીયારી) ની ફરિયાદના આધારે શંખેશ્વર પોલીસે અજાણ્યા વાહનચાલક સામે કેસ નોંધી તેને પકડવા માટે ચક્રો ગતિશીલ કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

ટેગ્સ:##RoadAccident

સંબંધિત સમાચાર