રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા16 જાન્યુઆરી, 2025| Super Admin

બનાસકાંઠા એલસીબીએ વિદેશી દારૂ સાથે કુલ એક કરોડ 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત ચાલકની અટકાયત

બનાસકાંઠા એલસીબીએ વિદેશી દારૂ સાથે કુલ એક કરોડ 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત ચાલકની અટકાયત
બનાસકાંઠા જિલ્લા એલસીબીને મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી લેવામાં સફળતા મળી: જિલ્લામાં પહેલીવાર સૌથી વધુ મુદ્દામાલ સાથે દારૂનો જથ્થો બનાસકાંઠા એલસીબીએ અમીરગઢ નજીકથી ઝડપી લીધો 95 લાખ થી વધુના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે કુલ એક કરોડ 15 લાખથી વધુનો મુદ્દામાલ એલસીબીએ જપ્ત કર્યો છે અને બાડમેર રાજસ્થાન વાળા સવાઈરામ જેરામ બાડમેર રાજસ્થાનનાવાળા ચાલકની અટકાયત કરી લીધી છે. બનાસકાંઠા એલસીબીને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે અમીરગઢ નજીક કોરોના હોટલ પાસે નાકાબંધી કરીને રાજસ્થાનના આબુરોડ તરફથી પાલનપુર તરફ આવી રહેલ સિમેન્ટના મીક્ષર બંકરમાંથી 1256 પેટીઓમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની 21,768 બોટલો ઝડપી લીધી છે. જેની આશરે કિંમત 95 લાખ 27 હજાર 640નો દારૂ ઝડપી લીધો છે. એલસીબી દ્વારા દારૂ સહિતે આશરે 20 લાખની કિંમતના સિમેન્ટના મિક્સર બંકર વાહનને જપ્ત કરીને કુલ એક કરોડ 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે. મહત્વનું એ છે કે નવા વર્ષની શરૂઆતમાં જ બનાસકાંઠા પોલીસને દારૂનો સૌથી મોટો જથ્થો ઝડપી લેવામાં સફળતા મળી છે અને રાજસ્થાનના બુટલેગર દ્વારા ગુજરાતમાં દારૂ ઉછાળવાના કીમિયાને બનાસકાંઠા એલસીબીની ટીમે નાકામ કરી દીધો છે. હાલમાં પોલીસે દારૂ મંગાવનાર, દારૂ ભરાવનાર સહિતના લોકો સામે પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર