રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
ઉત્તર ગુજરાત11 જુલાઈ, 2026| Super Admin

બનાસકાંઠા પોલીસે અમદાવાદમાંથી અપહૃત 5 વર્ષની બાળકીને છોડાવી

બનાસકાંઠા પોલીસે અમદાવાદમાંથી અપહૃત 5 વર્ષની બાળકીને છોડાવી

અમદાવાદના શહેર કોટડા વિસ્તારમાંથી અપહરણ કરાયેલી પાંચ વર્ષની બાળકીનો બનાસકાંઠા એલસીબીની સતર્કતા અને ઝડપી કામગીરીના કારણે ગણતરીના કલાકોમાં જ હેમખેમ છુટકારો કરાવવામાં આવ્યો છે. આરોપી મહિલા બાળકીને ગુજરાતની સરહદ પાર કરીને ઝારખંડ લઈ જવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ રાજ્ય બહાર લઈ જવાય તે પહેલાં જ અમીરગઢ-આબુરોડ હાઈવે પર પોલીસે તેને ઝડપી પાડી હતી.મળતી માહિતી મુજબ, સરસપુરના પતરાવાળી મસ્જિદ પાસે રહેતા અને મૂળ બિહારના વતની સિકંદર નટના પરિવારની પાંચ વર્ષની દીકરી રાબિયાનું અપહરણ કરવામાં આવ્યું હતું. રાબિયાના પિતા અબ્દુલ સિકંદર નટની પત્ની અને તેની મિત્ર સાહિબાખાતુન નટ વચ્ચે થયેલા ઝઘડાના કારણે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આ મામલે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 137(2) તથા જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 84 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે આરોપી મહિલા મૂળ ઝારખંડની રહેવાસી હોવાથી તે બાળકીને પોતાના વતન લઈ જવાની શક્યતા હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ (આઈપીએસ), બનાસકાંઠાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે (આઈપીએસ) અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ચિંતન તૈરૈયા (આઈપીએસ)ના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. રાજસ્થાન તરફ જતા તમામ સરહદી માર્ગો પર સઘન નાકાબંધી ગોઠવવામાં આવી હતી.એલસીબી પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. રાઠોડના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.બી. જાડેજા અને જે.એસ. ગઢવીની ટીમોએ છાપીથી અમીરગઢ સુધી વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે ગુજરાતથી રાજસ્થાન તરફ જતી એક ખાનગી લક્ઝરી બસને અમીરગઢ નજીક કાળીમાટી વિસ્તારમાં રોકી હતી.બસની તપાસ દરમિયાન અપહરણકર્તા સાહિબાખાતુન શાહરૂખખાન નટ (રહે. સિમંડી, ભોકારો, ઝારખંડ)ને ઝડપી લેવામાં આવી હતી. તેના કબજામાંથી પાંચ વર્ષની અપહૃત બાળકી રાબિયાને સુરક્ષિત રીતે મુક્ત કરાવવામાં આવી હતી. કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આરોપી મહિલાને વધુ તપાસ માટે અમદાવાદ શહેર કોટડા પોલીસને સોંપવામાં આવી છે.

સંબંધિત સમાચાર