રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ઉત્તર ગુજરાત14 જુલાઈ, 2026| Super Admin

થરાદમાં રથયાત્રા પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

થરાદમાં રથયાત્રા પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે થરાદ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. વાવ-થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદમાં જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. બેઠકમાં નગરના હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો, વેપારીઓ, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.બેઠક દરમિયાન જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, રથયાત્રા સહિત તમામ ધાર્મિક તહેવારો શાંતિ, સૌહાર્દ અને ભાઈચારાના વાતાવરણમાં ઉજવાય તે સૌની સામૂહિક જવાબદારી છે. તેમણે સોશિયલ મીડિયા પર ફરતી અફવાઓ અને ભ્રામક માહિતીથી સાવચેત રહેવા અપીલ કરી હતી. કોઈપણ માહિતીની સત્યતા ચકાસ્યા વિના તેને વાયરલ ન કરવા પણ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.પોલીસ વડાએ વધુમાં જણાવ્યું કે, કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નાગરિકોનો સહયોગ અત્યંત જરૂરી છે. કોઈપણ શંકાસ્પદ ઘટના કે અફવા અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા સૌએ સહકાર આપવા તેમણે અનુરોધ કર્યો હતો. બેઠકમાં ઉપસ્થિત સમાજના આગેવાનોએ પણ પરસ્પર એકતા અને સૌહાર્દ સાથે રથયાત્રા સફળતાપૂર્વક યોજાય તે માટે પોલીસ અને વહીવટી તંત્રને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી.

સંબંધિત સમાચાર